
ગાય માતાની વિવિધ જાત મેળવવામાં ભારત બની શકે ગેમ ચેન્જર
નવી દિલ્હી, વિશ્વમાં જે પણ જીવ જન્મ લે છે, તે વિશેષ જ હોય છે. આ વર્ષે ૧૬ માર્ચના રોજ જન્મેલ વાછરડી ‘ગંગા’ નો જન્મ ખૂબ જ ખાસ છે. ‘ગંગા’ ભારતમાં ગાયની પહેલી ક્લોન છે. હરિયાણાના કરનાલમાં ‘ગંગા’નો જન્મ થયો છે, જે માટે રાષ્ટ્રીય ડેરી અનુસંધાન સંસ્થાનના વૈજ્ઞાનિકોએ કર્યો છે. વૈજ્ઞાનિકોને આશા છે કે, ક્લોનિંગથી દેશી ગાયના પ્રજનનને પ્રોત્સાહન મળશે. ક્રોસ બ્રીડિંગ, ઉચ્ચ ઉપજવાળી નસ્લ અને નિકાસ અપનાવવાને કારણે આ સંખ્યા ઓછી થઈ ગઈ હતી. ‘ગંગા’ ગીર ગાયની પ્રજાતિ છે, જે દેશની ગરમ અને આર્દ્ર જળવાયુને અનુકૂળ છે. ક્લોનિંગ ટેકનિકથી દેશમાં વધુ દૂધ આપનાર પશુઓની જરૂરિયાત પૂર્ણ કરી શકાય છે.
ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના મહાનિદેશક ડૉ. હિમાંશુ પાઠકે જણાવ્યું છે કે, જન્મ સમયે ‘ગંગા’નું વજન ૩૨ કિલો હતું. તે શારીરિક, આનુવંશિક અને અન્ય પરીક્ષણમાં સફળ રહી છે. પરંતુ આ સ્તર સુધી પહોંચવામાં વૈજ્ઞાનિકોને અનેક વર્ષોનો સમય લાગ્યો છે. ફેબ્રુઆરી ૨૦૦૯માંICARઅનેNDRIએ દુનિયાના પ્રથમ ક્લોન ભેંસના બચ્ચાં સમરૂપાને લઈને ઇતિહાસ રચ્યો હતો, પરંતુ ફેફસાંમાં સંક્રમણને કારણે ૫ દિવસ બાદ આ બચ્ચાનું મોત થયું હતું. જે બાદ ભારતે અન્ય ૨૬ જાનવરોના ક્લોન તૈયાર કર્યા, જેમાં ગાયના ક્લોનિંગમાં સૌથી વધુ સમય લાગ્યો છે. ગાય પ્રત્યે ધાર્મિક સંવેદનશીલતા હોવાને કારણે તેમાં વધુ સમય લાગ્યો હતો.
NDRIના પૂર્વ ડાયરેક્ટર ડૉ. એમએસ ચૌહાણે જણાવ્યું કે, ભેંસ માટે કતલખાના સાથે સંપર્ક કરી શકીએ છીએ અને ઓઓસીટ પ્રાપ્ત કરી શકીએ છીએ, પરંતુ ગાય માટે આ પ્રકારે ન કરી શકાય. વર્ષ ૨૦૧૮માં વૈજ્ઞાનિકોએ ઓવમ પિક-અપ (ઓપીયૂ) નામના બિન-ઈનવેસિવ ટેકનિક વિશે જાણકારી મળી હતી. જેના ઉપયોગથી ગાયને કોઈ પણ પ્રકારનું નુક્શાન થતું નથી અને ઓસાઈટ્સ અલગ કાર્ય વિના પ્રક્રિયા કરી શકાય છે.
ચૌહાણે જણાવ્યું કે, જેમ ગાયનું રજિસ્ટ્રેશન કરવામાં આવે તો ગાયના કાન પર મુક્કો મારીને ચેક કરીએ છીએ, તે જ રીતે આ ટેકનિકનો ઉપયોગ કરીને કોશિકાઓ કાઢવામાં આવે છે.NDRIના વરિષ્ઠ વૈજ્ઞ્ાાનિક ડૉ. નરેશ સેલોકર જણાવે છે કે, જાનવરને કોઈ નુકશાન થતું નથી. થોડા સમય સુધી આ ટેકનિક પર અભ્યાસ કરવામાં આવ્યો અને આ ટેકનિકનો ઉપયોગ કર્યા પહેલાં મંજૂરી માટે અરજી કરવામાં આવી. જે બાદ વર્ષ ૨૦૨૧માં ‘ગંગા’ ક્લોન કરવાનો પ્રોજેક્ટ લોન્ચ કર્યો.
ક્લોનિંગ માટે વૈજ્ઞાનિક ઓસાઈટના ડીએનએની સંરચના બદલે છે અને ત્યાર પછી ભ્રૂણમાં પરિપક્વ કરે છે. જેનાથી નિર્ધારિત થાય છે કે, જાનવરમાં કયા ગુણ હશે. અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે, આ વાછરડા કઠિન જળવાયુ પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ સક્ષમ હોય અને વધુ દૂધ આપનાર હોય.
NDRIએ દાવોકર્યો છે કે, ટેકનિકની વૃદ્ધિ કરવામાં આવશે અને વધુ વાછરડાના ક્લોન બનાવવામાં આવશે. ભારતમાં વ્યાવસાયિક ક્લોનિંગનો માર્ગ મોકળો કરવા માટે વૈજ્ઞાનિક નીતિગત રજૂઆત પણ કરવામાં આવશે. ગીર, સાહીવાલ અને રેડ સિંધી મુખ્યરૂપે સૌથી વધુ દૂધ આપતા જાનવર છે. હરિત ક્રાંતિ પછી કૃષિના વધતા મશીનીકરણે આ જાતને અસંવૈધાનિક બનાવી દીધા હતા. આ કારણોસર ખેડૂતોએ ઉચ્ચ દૂધ ઉત્પાદન માટે ક્રોસ બ્રીડિંગના પ્રયત્ન કર્યા, પરંતુ તેનાથી જાનવરોને અનેક પ્રકારની બિમારીઓ થાય છે.