દેશમાં દિવાળી સમયે પાકની હોળી બેફામ તોપમારામાં 4 જવાન અને 6 નાગરિકોનાં મોત, ભારતે લીધો બદલો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ભારતમાં શુક્રવારે લોકો ધનતેરસની સાથે દિવાળીના તહેવારોની ઊજવણી કરી રહ્યા છે તેવા સમયે પાકિસ્તાની દળોએ જમ્મુ અને કાશ્મીરના ગુરેઝથી ઉરી સેક્ટરમાં અંકુશ રેખા (એલ.ઓ.સી) પર યુદ્ધ વિરામનો ભંગ કરી ભારે તોપમારો કરતાં ચાર જવાન શહિદ થયા હતા અને છ નાગરિકોનાં મોત નીપજ્યાં હતાં.

ભારતના જડબાતોડ જવાબમાં પાકિસ્તાનના આઠ સૈનિકો માર્યા ગયા હતા અને 10-12 સૈનિકો ઘાયલ થયા હતા તેમજ ભારતીય દળોએ પાકિસ્તાનના અનેક બંકરો અને ચોકીઓ ઊડાવી દીધી હતી. શ્રીનગર સિૃથત સંરક્ષણ પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાએ કહ્યું હતું કે પાકિસ્તાને ગુરેઝથી ઊરી સેક્ટરમાં ઈરાદાપૂર્વક નાગરિકોને નિશાન બનાવતાં મોર્ટાર અને અન્ય શસ્ત્રોથી હુમલો કર્યો હતો.

ભારતીય દળોએ પણ પાકિસ્તાનને વળતો જવાબ આપતાં એલઓસી પર પાકિસ્તાની સૈન્યનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તોડી પાડયું હતું. પાકિસ્તાનના માર્યા ગયેલા સૈનિકોમાં બેથી ત્રણ સ્પેશિયલ સર્વિસના કમાન્ડોસનો પણ સમાવેશ થાય છે. ઉપરાંત ભારતીય સૈન્યે પાકિસ્તાનના અનેક આતંકી લોન્ચ પેડનો પણ નાશ કર્યો છે. ભારતીય સૈન્યે પાકિસ્તાની સેનાના અનેક બંકરો અને તેલ ડેપો પણ તોડી પાડયા હતા. ભારતીય સૈન્યે પાકિસ્તાની ઈન્ફ્રાસ્ટ્રક્ચરને તોડી પાડતા વીડિયો પણ જાહેર કર્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે ભારતીય સૈન્યના હુમલામાં પાકિસ્તાની સૈન્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર નુકસાન થયું છે.

ભારતીય સૈન્યે આતંકીઓની ઘૂસણખોરી નિષ્ફળ બનાવતાં ઉશ્કેરાયેલા પાકિસ્તાની સૈન્યે કુપવાડા, ઉરી અને પૂંચમાં ભારે ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ભારતીય સૈન્યની ચોકીઓ અને રહેણાંક વિસ્તારોને નિશાન બનાવતા મોર્ટાર અને ગોળા છોડયા હતા. કર્નલ રાજેશ કાલિયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનના હુમલામાં સૈન્યના ત્રણ જવાનો, બીએસએફના એક સબ-ઈન્સ્પેક્ટર શહિદ થયા હતા જ્યારે છ નાગરિકોનાં મોત નીપજ્યાં હતા તેમજ સલામતી દળના ચાર જવાનો અને આઠ નાગરિકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પાકિસ્તાને દવાર, કેરન, ઉરી અને નૌગામ સહિત અનેક સેક્ટર્સમાં અંકુશ રેખા પર શસ્ત્રવિરામનો ભંગ કરતાં ઉશ્કેરણીજનક મોર્ટાર મારો અને ગોળીબાર કર્યો હતો. અધિકારીએ ઉમેર્યું કે હાજી પીર સેક્ટરમાં બીએસએફના એક સબ-ઈન્સ્પેક્ટર શહિદ થયા હતા અને એક જવાનને ઈજા થઈ હતી. જમ્મુમાં સંરક્ષણ અિધકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની દળોએ પૂંચ જિલ્લામાં બે વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. અગાઉ પાકિસ્તાને કેરન સેક્ટરમાં એલઓસી પર આતંકીઓની ઘૂસણખોરીનો પ્રયાસ કરતાં ગોળીબાર કર્યો હતો, પરંતુ ભારતીય જવાનોએ તેને નિષ્ફળ કર્યો હતો. ઉત્તર કાશ્મીરના કુપવારાના કેરન સેક્ટરમાં ભારતીય સૈન્યને શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. દળોએ તુરંત કાર્યવાહી કરતાં આતંકીઓને ખદેડી મૂક્યા હતા.

અિધકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને એક સપ્તાહમાં બીજી વખતે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો, જેને જવાનોએ નિષ્ફળ બનાવ્યો હતો. આ સમયે પાકિસ્તાન 7-8 નવેમ્બરે માચિલ સેક્ટરમાં ઘૂસણખોરીના પ્રયાસમાં નિષ્ફળ ગયું હતું. તે વખતે ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા. આ સંઘર્ષમાં એક કેપ્ટન સહિત ત્રણ જવાનો શહીદ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે દિવાળી જવાનો સાથે ઊજવે તેવી સંભાવના છે. મોદી 2014માં સત્તા પરથી આવ્યા ત્યારથી તેમણે દિવાળી જવાનો સાથે ઊજવવાની પરંપરા બનાવી છે. આ પરંપરાને આગળ વધારતાં તેઓ આ વખતે પણ સૈનિકો સાથે દિવાળી ઊજવી શકે છે.

કેટલાક અહેવાલો મુજબ વડાપ્રધાન દિવાળીના દિવસે ગુજરાતમાં હશે જ્યારે અન્ય કેટલાક અહેવાલો મુજબ વડાપ્રધાન રાજસૃથાનના જેસલમેરમાં ફોરવર્ડ વિસ્તારમાં હશે. ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ વડાપ્રધાન સાથે જોડાય તેવી સંભાવના છે. ગયા વર્ષે વડાપ્રધાને જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં એલઓસીનું રક્ષણ કરતાં સૈનિકોની મુલાકાત લીધી હતી. મોદીએ વડાપ્રધાન તરીકે તેમની સૌપ્રથમ દિવાળી વિશ્વના સૌથી ઊંચા યુદ્ધક્ષેત્ર સિયાચીનમાં ઊજવી હતી. વડાપ્રધાને શુક્રવારે સૈનિકોના સન્માનમાં દિવા પ્રગટાવવા નાગરિકોને હાકલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.