હેવાનિયત! મુંબઈમાં રિક્ષા ચાલકે મહિલા પર આચર્યું દુષ્કર્મ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક શરમજનક ધટના બની છે. મહિલા CBD બેલાપુર નવી મુંબઈથી ગોરેગાંવ આવી રહી હતી. રસ્તામાં આરેનાં જંગલમાં લઈ જઈને બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ આરોપીએ મહિલાને લાત મારી હતી. બે મહિના પહેલા જ મહિલાની ડિલિવરી થઈ હતી, જેનાથી તેના પેટનાં ટાંકા તૂટી ગયા હતા. ડ્રાયવરે મહિલાને ધમકી આપી હતી કે જો કોઈને આ વિશે વાત કરીશ તો જાનથી મારી નાખીશ.

જણાવી દઈએ કે આ ઘટના 17 મેંનાં રોજ બની હતી. પીડિતાએ જણાવ્યું કે 17 મેની સાંજે ચાર વાગ્યે નવી મુંબઈના CBD બેલાપૂરથી ગોરેગાંવ આવતી વખતે રિક્ષા ચાલકે આરેના જંગલમાં રિક્ષા રોકી. બાથરૂમ જવાનાં બહાને તે રિક્ષામાંથી નીચે ઉતર્યો અને પાછળથી તે મહિલાનું મોં દબાવીને તેને ચૂપ કરી દીધી. ત્યારબાદ રિક્ષામાં જ ડ્રાયવરે યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને લાતો મારી હતી.

મહિલાએ જણાવ્યું કે બે મહિના પહેલાં જ તેની ડિલિવરી થઈ હતી. લાતો મારવાથી તેનાં ટાંકા તૂટી ગયા અને બ્લીડિંગ થવા લાગ્યું. દુષ્કર્મ ગુજારનાર આરોપીએ ધમકી આપી હતી કે જો કોઈને આ વિશે જણાવ્યું તો તે મહિલાને મારી નાખશે. ધમકી આપીને ડ્રાયવર રિક્ષા લઇને ત્યાંથી ચાલી ગયો. મહિલા ગમે તે રીતે પોતાનાં ઘરે પહોંચી, પરંતુ ધમકીના કારણે તેણે કોઈને કંઈ જણાવ્યું નહી.

મહિલાને તકલીફમાં જોઈને ઘરવાળાઓએ પૂછ્યું તો મહિલાએ ઘરવાળાઓને ફકત છેડછાડની વાત કરી. ત્યારબાદ તેનાં ઘરવાળાએ  તેને પોલિસ સ્ટેશન લઈ ગયા. પોલીસે જ્યારે મહિલાની કાઉન્સલિંગ કરાવી, ત્યારે મહિલાએ સમગ્ર ઘટના વિશે વાત કરી. 6 જુલાઈએ આ બાબતે FIR કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી. પૂછપરછ બાદ જાણવા મળ્યું કે આરોપી યુપી નાસી ગયો છે.આરોપીનું નામ ઇન્દ્રજીત સિંહ છે. પોલીસે આરોપીને પકડવા માટે તેના મિત્રોનો સહારો લીધો છે. આરોપીને પહેલાં મુંબઈ બોલાવ્યો અને જેવો આરોપી મુંબઈ પહોંચ્યો તો પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે આરોપી સામે કલમ 376, 354b 509, 323, 506 મુજબ FIR નોંધાવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.