૨૪ કલાકમાં કોરોનાના અધધ…૧૭ હજાર કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ન્યુ દિલ્હી, : સમગ્ર દેશમાં અનલોક-૨ની તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં વધુ છૂટછાટ આપવાની શક્્યતા વચ્ચે કોરોનારૂપી એક્સપ્રેસ થંભવાનું નામ ન લેતી હોય તેમ સતત વધતા કેસોમાં એક જ દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસનો એક નવો રેકોર્ડ નોંધાયા છે. આજે ગુરૂવારે સવારે જાહેર કરાયેલાં આંકડા પ્રમાણે, ભારતમાં ૧૭,૦૦૦ કરતા વધુ કેસ એક દિવસમાં નોંધાયા છે, પાછલા એક દિવસમાં નોંધાયેલા કેસનો રેકોર્ડ ૧૫,૬૮૯ હતો જેમાં વધુ ૧,૫૦૦ કેસ સાથે હવે નવો રેકોર્ડ નોંધાયો છે. તેની સાથે ગઇકાલે બુધવારે સતત બીજા દિવસે ૪૦૦થી વધારે એટલે કે ૪૨૨ લોકોના મોત પણ નોંધાયા છે. આ સાથે એક દિવસમાં નોંધાયેલા નવા કેસનો આંકડો ૧૭,૧૫૬ થયો છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો વધીને ૪.૭૩ લાખ એટલે કે પોણા પાંચ લાખની નજીક પહોંચી થયો છે, ચાર દિવસ પહેલા દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪ લાખ હતો. અને વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. દરમ્યાનમાં, મધ્યપ્રદેશમાં શિવરાજ સરકારે એક જૂલાઈથી રાજ્યમાં “કીલ કોરોના’ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટÙમાં બીજા નંબરના સૌથી વધુ કેસ અને ૨૦૮ના મોત નોંધાયા છે. મહારાષ્ટÙમાં એક દિવસમાં નોંધાયેલા મોત ભારતમાં નોંધાયેલા કુલ આંકડાનો અડધાભાગ જેટલો થાય છે. દિલ્હીમાં વધુ ૬૪નાં મોત થયા, જ્યારે તામિલનાડુ ૩૩ અને ગુજરાતમાં ૨૫નાં મોત નોંધાયા છે. કર્ણાટકમાં મૃત્યુઆંકમાં ઉછાળો આવ્યો છે, અહીં વધુ ૧૪ના મોત નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. જા કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૧૨ લોકો સ્વસ્થ્ય થયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.