ગુજકેટ પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે.જેમાં આગામી 3 એપ્રિલના રોજ ગુજકેટની પરીક્ષા યોજાશે.ત્યારે રાજ્યમાં જિલ્લાકક્ષાના કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવશે.જે પરીક્ષા સવારે 10 થી સાંજે 4 વાગ્યા સુધી યોજાશે.રાજ્યમાં ડિગ્રી,એન્જિનિરિંગ,ડિપ્લોમા ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ એ,ગ્રુપ બી અને ગ્રુપ એબીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 3-4-2023ને સોમવારના રોજ યોજાશે.આ પરીક્ષા સવારે 10 થી સાંજે 4 કલાક દરમિયાન જિલ્લાકક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે.ગુજકેટની પરીક્ષા ગુજરાતી,અંગ્રેજી અને હિન્દી ત્રણ માધ્યમમાં આપી શકાશે.ગુજકેટની પરીક્ષા ધો.12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા,ડિગ્રી એન્જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.