ગેંગસ્ટર રવિ નાગર ઉર્ફે રવિ કાણાની થાઈલેન્ડથી ધરપકડ કરવામાં આવી

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મિડીયા રિપોર્ટ મુજબ 25 હજારનું ઈનામ ધરાવનર, ઘણાં સમયથી નાસતા ફરતા ગેંગસ્ટર રવિ નાગર ઉર્ફે રવિ કાણાની ધરપકડ કરવામાં આવી છે. રવિ તેની ગર્લફ્રેન્ડ કાજલ ઝા સાથે ફરાર હતો. ગેંગરેપના આરોપી રવિ કાણાના ઠેકાણાઓ પર પોલીસ અનેક વાર દરોડા પાડી ચુકી હતી પણ તે ઝડપાતો ન હતો. રવિની થાઈલેન્ડથી ધરપકડ કરી લેવામાં આવી હતી.  માફિયા રવિ નાગર ઉર્ફે રવિ કાણા અને ગેંગના અન્ય ફરાર શખ્સો પર કાનૂનો ગાળિયો સતત મજબૂત થઈ રહ્યો હતો. તેની પત્ની મધુ નાગરની પણ ફેબ્રુઆરીમાં ધરપકડ થઈ હતી. ગેંગના અન્ય શક્સોની ધરપકડ સાથે જ પોલીસે જ્પતીની કાર્યવાહી માટે રવિ કાણાના મુળ ગામ દાદુપુર સ્થિત ઘર પર કલમ-82 હેઠળની નોટીસ પણ ચિપકાવી હતી, ગયા મહિને રવિની ગેંગના ખાસ સભ્ય તરૂણ છોંકરની બીટા-પોલીસે શનિવારે ધરપકડ કરી હતી. આરોપી એમબીએ પાસ છે અને પાણીના રેલાની જેમ અંગ્રેજી બોલે છે. તેની વિરૂધ્ધ ગેંગસ્ટર એક્ટ હેઠળ બીટા-કોતવાલીમાં ગુનો દાખલ છે. આ ગેંગના સભ્યો રાજકુમાર નાગરઅનિલ નાગરઆઝાદ નાગરવિકાસ નાગરવિક્કીઅફસારરાશીદ અલીપ્રહલાદમહકી નાગરમધુ નાગરઅમન શર્માઅવધ ઉર્ફે બિહારી ઉર્ફે અમર સિંહની ધરપકડ કરીને તેમને જેલમાં ધકેલી દીધા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.