જાણો કયા ધર્મમાં જન્મી રહ્યા છે સૌથી વધુ બાળકો, સ્વાસ્થ્ય મંત્રાલયના સર્વેમાં થયો ખુલાસો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય (ministry of health and family welfare) દ્વારા જાહેર કરવામાં આવેલા એક તાજા સર્વે પ્રમાણે છેલ્લા 2 દાયકામાં મુસલમાનોના પ્રજનન દરમાં સૌથી વધારે ઘટાડો જોવા મળ્યો છે. આનો અર્થ એ છે કે મુસ્લિમ સમુદાય (Fertility rates in Muslim community)માં બાળકો પેદા કરવાના દરમાં ઘણો ઘટાડો નોંધાયો છે. જો કે બાકીના ધર્મો કરતા મુસ્લિમ સમુદાયમાં પ્રજનન દર વધારે છે.

મુસ્લિમ સમુદાયમાં પ્રજનન દર ઘટીને 2.36

રિપોર્ટ પ્રમાણે મંત્રાલયના પાંચમાં રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ (NFHS)ના આંકડાઓથી જાણવા મળે છે કે, 2019-21 દરમિયાન મુસ્લિમ સમુદાયમાં પ્રજનન દર ઘટીને 2.36 રહી ગયો, જ્યારે 2015-16માં 2.62 હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગત અઠવાડિયે શુક્રવાર, 6 મેના વડોદરામાં આ રિપોર્ટ જાહેર કર્યો હતો.

પ્રજનન દરનો અર્થ

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વર્ષ 1992-93માં કરાવવામાં આવેલા પહેલા સર્વે દરમિયાન મુસલમાનોમાં પ્રજનન દર 4.4 હતો, જે પાંચમા સર્વે (2019-21)માં ઘટીને 2.3 રહી ગયો. પ્રજનન દર (Fertility rates in India)નો અર્થ એ છે કે, એક મહિલા સરેરાશ રીતે પોતાના પ્રજનન કાળમાં કુલ કેટલા બાળકો પેદા કરી રહી છે. આ સંબંધમાં એ માનવામાં આવે છે કે, જો દેશનો પ્રજનન દર ગત 2.1 અથવા તેનાથી ઓછો થઈ જાય તો કેટલાક સમય બાદ વસ્તી વધવાનું બંધ થઈ જશે.

હિન્દુ સમુદાયમાં પ્રજનન દર 1.94

તાજેતરના સર્વેમાં રિપોર્ટ પ્રમાણે દેશમાં સરેરાશ પ્રજનન દર ગત સર્વેના 2.7 ટકાથી ઘટીને રહી ગયો છે. રિપોર્ટ પ્રમાણે મુસ્લિમ સમુદાયમાં પ્રજનન દરમાં ઘટડો આવ્યો છે, પરંતુ હજુ પણ આ અન્ય ધર્મોની સરખામણીએ વધારે છે. પાંચવા સર્વે પ્રમાણે હિન્દુ સમુદાય (Fertility rates in Hindu)માં પ્રજનન દર 1.94 છે, જે 2015-16માં 2.1 હતો. જ્યારે પહેલા સર્વે એટલે કે 1992-93માં હિન્દુઓમાં પ્રજનન દર 3.3 હતો.

શીખ અને જૈન સમુદાયમાં પ્રજનન દર વધ્યો

2019-21માં ઈસાઈ સમુદાયનો પ્રજનન દર 1.88, શીખ સમુદાયનો પ્રજનન દર 1.61 અને જૈન સમુદાયનો 1.6 રહ્યો હતો. આ ઉપરાંત દેશમાં સૌથી ઓછો પ્રજનન દર બૌદ્ધ અને નવ-બૌદ્ધ સમુદાયમાં છે, જે 1.39 છે. ખાસ વાત એ છે કે, શીખ અને જૈન સમુદાયમાં પ્રજનન દર વધ્યો છે. ગત સર્વેમાં શીખોનો પ્રજનન દર 1.58 હતો, જે હવે વધીને 1.61 થઈ ગયો છે. તો જૈન સમુદાયમાં આ આંકડો 1.2થી વધીને 1.6 થઈ ગયો છે.

દેશના 5 રાજ્યોમાં પ્રજનન દર 2.1થી વધારે

ભારતમાં હવે ફક્ત 5 રાજ્યોમાં પ્રજનન દર 2.1થી વધારે છે. આમાં બિહાર (2.98), ઉત્તર પ્રદેશ (2.35), ઝારખંડ (2.25), મેઘાલય (2.91) અને મણિપુર (2.17) સામેલ છે. સર્વેમાં એ વાત પણ સામે આવી છે કે, અલગ-અલગ સમુદાયની મહિલાઓના શિક્ષણના સ્તરમાં કેટલો વધારો થયો છે. જે પ્રમાણે ચોથા સ્વાસ્થ્ય સર્વે (2015-16) દરમિયાન 32 ટકા મુસ્લિમ મહિલાઓ ક્યારેય પણ સ્કૂલ નથી ગઈ, જે પાંચમાં એટલે કા હાલના સ્વાસ્થ્ય સર્વેમાં ઘટીને 21.9 ટકા થઈ ગયો છે. એટલે કે, શિક્ષણ મેળવનારી મુસ્લિમ મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે.

મહિલાઓમાં શિક્ષણનું સ્તર સુધરતા પ્રજનન દરમાં ઘટાડો

આ ઉપરાંત ગત સર્વેમાં સામે આવ્યું હતું કે, હિન્દુ સમુદાયની 31.4 ટકા મહિલાઓ સ્કૂલ નથી જઈ શકી. તાજેતરના સર્વેમાં આ સંખ્યા 28.5 ટકા થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓના શિક્ષણના સ્તરમાં વધારો થવાની સાથે પ્રજનન દરમાં ઘટાડો આવ્યો છે. સ્કૂલનું શિક્ષણ મેળવ્યા વગરની મહિલાઓના સરેરાશ 2.8 બાળકો છે, જ્યારે ધોરણ 12 અથવા તેનાથી વધુ શિક્ષણ મેળવનારી મહિલાઓના સરેરાશ 1.8 બાળકો છે.

આર્થિક સ્તર સુધરતા બાળકો પેદા કરવાની ગતિમાં ઘટાડો

ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચે પણ અંતર છે. ગ્રામીણ વિસ્તારોમાં કુલ પ્રજનન દર 1992-93માં પ્રતિ મહિલા 3.7 બાળકોથી ઘટીને 2019-21માં 2.1 બાળક રહી ગયો છે. શહેરી વિસ્તારોમાં 1992-93માં આ પ્રજનન દર 2.7 હતો, જે 2019-21માં ઘટીને 1.6 થઈ ગયો છે. આ ઉપરાંત રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે, આર્થિક સ્થિતિ સુધરવાની સાથે સાથે બાળકો પેદા કરવાની ગતિમાં પણ ઘટાડો આવે છે.

ગર્ભનિરોધક રીતોનો ઉપયોગ

સર્વે પ્રમાણે શીખ અને જૈન સમુદાયમાં સૌથી વધારે ગર્ભનિરોધક રીતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગત સર્વે પ્રમાણે મુસ્લિમ સમુદાયની 17 ટકા મહિલાઓએ ગર્ભનિરોધક રીતોનો ઉપયોગ કર્યો હતો. જે હાલના સર્વેમાં વધીને 25.5 ટકા થઈ ગયો છે. તો શીખોમાં આ 27.3 ટકા અને જૈનમાં 26.3 ટકા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.