એપ્રિલમાં ડોમેસ્ટિક એર ટ્રાફિક વધીને 1.32 કરોડ થયો, 32,314 ફ્લાઇટ્સ રદ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

એપ્રિલ મહિનામાં સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યા વાર્ષિક ધોરણે 3.88 ટકા વધીને 1.32 કરોડ થઈ ગઈ છે. મંગળવારે જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. ગયા વર્ષે એપ્રિલમાં સ્થાનિક એર ટ્રાફિકનો આંકડો 1.28 કરોડ હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ના ડેટા અનુસાર, એરલાઇન્સે વિવિધ કારણોસર 1,370 મુસાફરોને ઉડાન ભરવાની મંજૂરી આપી ન હતી અને વળતર અને સુવિધાઓ પાછળ રૂ. 1.36 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ડેટા દર્શાવે છે કે એપ્રિલમાં કુલ 32,314 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેના કારણે એરલાઇન્સને વળતર અને સુવિધાઓ પર 89.26 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો હતો.

ગયા મહિને, કુલ 1,09,910 ફ્લાઇટ્સ સમયપત્રકથી પાછળ રહી હતી. એરલાઈન્સે આને લગતી મુસાફરોની સુવિધાઓ પર રૂ. 1.35 કરોડનો ખર્ચ કર્યો હતો. અકાસા એર 89.2 ટકા સાથે સમયસર કામગીરીના સંદર્ભમાં ટોચ પર છે. આ પછી AIX કનેક્ટ (79.5 ટકા), વિસ્તારા (76.2 ટકા), ઈન્ડિગો (76.1 ટકા), એર ઈન્ડિયા (72.1 ટકા), સ્પાઈસ જેટ (64.2 ટકા) અને એલાયન્સ એર (49.5 ટકા) હતા. ગયા મહિને ઈન્ડિગોનો બજાર હિસ્સો વધીને 60.6 ટકા થયો હતો, જ્યારે એર ઈન્ડિયાનો હિસ્સો વધીને 14.2 ટકા થયો હતો. જોકે, વિસ્તારા અને AIX કનેક્ટનો બજાર હિસ્સો ઘટીને અનુક્રમે 9.2 ટકા અને 5.4 ટકા થયો છે. એર ઈન્ડિયા, વિસ્તારા અને AIX કનેક્ટ, ત્રણેય એરલાઈન્સ ટાટા ગ્રુપનો ભાગ છે. અકાસા એરનો બજારહિસ્સો એપ્રિલમાં 4.4 ટકા પર યથાવત રહ્યો હતો, જ્યારે સ્પાઇસજેટનો બજાર હિસ્સો ઘટીને 4.7 ટકા થયો હતો.

DGCAએ જણાવ્યું હતું કે, “જાન્યુઆરી-એપ્રિલ દરમિયાન સ્થાનિક એરલાઇન્સ દ્વારા મુસાફરી કરનારા મુસાફરોની સંખ્યા 523.46 લાખ હતી, જ્યારે ગયા વર્ષે સમાન સમયગાળામાં આ સંખ્યા 503.93 લાખ હતી.” આ રીતે વાર્ષિક 3.88 ટકા અને માસિક વૃદ્ધિ 2.42 ટકા નોંધાઈ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.