
બ્રિટિશ એરવેઝે ફ્લાઇટ રદ કરતા પ્રવાસીઓ મુશ્કેલીમા મુકાયા
બ્રિટિશ એરવેઝે ડઝન જેટલી ફ્લાઇટ ટેકનિકલ કારણોસર રદ કરી હતી અને જેના લીધે 16 હજાર જેટલા પ્રવાસીઓ રઝળી પડયા હતા.આ પહેલા એરલાઇને હીથ્રો એરપોર્ટ પરથી 80 ફ્લાઇટ ક્યાં તો રદ કરવી પડી હતી અથવા તો તેને મોડેથી ઉડાડી હતી.ત્યારે રદ કરવામાં આવેલી ફ્લાઇટમાંથી 42 ફ્લાઇટ યુરોપના હીથ્રો એરપોર્ટથી આવવા-જવાના નાના રૂટની હતી.આમ આ અંગે એરલાઇનનું કહેવું છે કે ટેકનિકલ મુશ્કેલીના લીધે આ પગલું ઉઠાવવુ પડયુ હતુ.