ભાજપ ઐતિહાસિક જીત મેળવવા માટે કોઇ કચાશ છોડવા માંગતી નથી બીજી યાદી ફાઇનલ, ટૂંક સમયમાં કરાશે જાહેરાત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિના બાકી છે. ચૂંટણી પંચ ગમે ત્યારે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી શકે છે. ભાજપ આ વખતે ઐતિહાસિક જીત મેળવવા માટે કોઇ કચાશ છોડવા માંગતી નથી.પ્રથમ યાદીમાં 195 ઉમેદવારને ટિકિટની ફાળવણી કરી દીધી છે,હવે બીજી યાદીમાં 150 નામો ફાઇનલ કરાયા છે,તેના પર મંથન બેઠક ચાલી રહી છે. લોકસભા ચૂંટણીને લઈને ભાજપના રાજ્યોના કોર ગ્રુપની બેઠક મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન લગભગ 150 બેઠકોની બીજેપીની બીજી યાદીની ચર્ચા થઈ હતી. 8મી માર્ચે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ યાદીને મંજૂરી આપશે. કુલ 8 રાજ્યોના કોર ગ્રુપની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાજસ્થાનની 10 બેઠકો પર પણ ચર્ચા કરવામાં આવી હતી આ ઉપરાંત ભાજપ હરિયાણાની તમામ 10 સીટો પર એકલા હાથે ચૂંટણી લડી શકે છે.

ઉલ્લેખનીય છે કે કોર ગ્રુપની બેઠક લાંબી ચાલી હતી અને 150  ઉમેદવાર પર ચર્ચા કરાઇ હતી. પીયૂષ ગોયલ ઉત્તર મુંબઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ઓડિશા કોર ગ્રૂપની બેઠકમાં સંભાલપુરથી ચૂંટણી લડી રહેલા ધર્મેન્દ્ર પ્રધાન અને પુરીથી સંબિત પાત્રાને ટિકિટ આપવાની ચર્ચા થઇ હતી.આ સિવાય મહિલા મોરચાના પ્રમુખ વનથી શ્રીનિવાસ કન્યાકુમારીથી ચૂંટણી લડી શકે છે.બેઠકમાં કર્ણાટક પર ચર્ચા લાંભી ચાલી હતી 12થી વધુ સાંસદોની ટિકિટ કર્ણાટકમાં કપાઇ શકે છે.નવા નામ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બેઠકના નામોને દિલ્હી સમિતિ એક બે દિવસમાં મંજૂરી આપી દેશે. નીતિન ગડકરીની પણ ટિકિટ ફાળવવામાં આવશે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.