અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં જોવા મળ્યું
અયોધ્યામા ભગવાન શ્રીરામનું મંદિર આગામી વર્ષે પૂર્ણ થઈ જશે.ત્યારે વર્તમાનમાં આ મંદિરનું નિર્માણકાર્ય યુદ્ધનાં ધોરણે ચાલી રહ્યું છે.આ મંદિરનાં ગર્ભગૃહમાં રામલલાથી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે.ત્યારબાદ તેને શ્રધ્ધાળુઓ માટે ખોલવામાં આવશે.ત્યારે મંદિર પરિસરમા શૌચાલય,યાત્રી સુવિધા કેન્દ્ર અને દર્શન માર્ગ સહિતનું કામ ઝડપથી થઈ રહયુ છે.જેમા મંદિરનો બાકી ભાગ રાજસ્થાનનાં પિંક સ્ટોનથી બની રહ્યો છે.જયારે ગભૃગ્રહ મકરાનાના આરસ પથ્થરથી બન્યુ છે.જે અષ્ટકોણીય આકારમાં 6 સ્તંભ પર ઉભુ છે.આ સિવાય મંદિરની ફર્શ સંગેમરમર પથ્થરોની બનેલી છે.જ્યારે દરવાજા મહારાષ્ટ્રના સાગના લાકડામાંથી બની રહ્યા છે.આમ રામલલાની પ્રતિમાનુ નિર્માણ નેપાળ, રાજસ્થાન,ઓરિસ્સા અને કર્ણાટકમાંથી લાવવામાં આવેલી શિલાઓમાં થઈ રહ્યું છે.