એ આર રેહમાન અને પ્રભુદેવા 25 વર્ષ બાદ સાથે કામ કરશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

મુંબઈ, સિનેમા જગતના લીવિંગ લીજન્ડ કહી શકાય તેવા એ એર રેહમાન અને પ્રભુદેવાએ 90ના દાયકામાં ધૂમ મચાવી હતી. તેમની ફિલ્મના ગીત-સંગીત અને ડાન્સ ખૂબ સફળ રહેતા હતા. ત્રણ દાયકા અગાઉ પાન ઈન્ડિયા ફિલ્મો અને સંગીતનો સુપર હિટ દોર લાવનારી આ બેલડીએ સંખ્યાબંધ યાદગાર હિટ ગીતો આપ્યા હતા. એક સમયે સફળતાની ગેરંટી મનાતા રેહમાન અને પ્રભુદેવા 25 વર્ષે ફરી એક વાર ભેગા થવાના છે. રેહમાને મ્યૂઝિકમાં અને પ્રભુદેવાએ ડાન્સ-કોરિયોગ્રાફીમાં પોતાનો સિક્કો જમાવેલો છે. તેઓ આગામી બિગ બજેટ ફિલ્મમાં સાથે કામ કરવાના છે. હાલ આ ફિલ્મને ‘ARRPD6’ તરીકે ઓળખવામાં આવે છે.

મનોજ એમ એસ આ ફિલ્મથી ડાયરેક્શનની શરૂઆત કરી રહ્યા છે. ફિલ્મને ઝડપથી ફ્લોર પર લઈ જવાના ઈરાદા સાથે શુક્રવારે તેનું પોસ્ટર શેર થયુ હતું. ફિલ્મમાં યોગી બાબુ, અજુ વર્ગીસ, અર્જુન અશોકન સહિત સાઉતના કલાકારો છે. પ્રભુદેવા અને રેહમાન 25 વર્ષે ભેગા થઈ રહ્યા હોવાની જાહેરાતે સિનેમા ચાહકોમાં ઉત્સુકતા જગાવી છે. રેહમાન-પ્રભુદેવાએ સૌ પ્રથમ વખત ‘જેન્ટલમેન’માં સાતે કામ કર્યું હતું. પ્રભુદેવાએ સિચુ બુકુ રૈલી-ગીતમાં સ્પેશિયલ એપિયરન્સ આપ્યો હતો. તેમનો પહેલો ફુલ ફ્લેજ પ્રોજેક્ટ ‘કદાલન’ હતો. આ ફિલ્મમાં ટેક ઈટ ઈઝી ઓરવરસી અને પટ્ટી રેપ જેવા ગીતો વર્ષો સુધી ગવાતા-સંભળાતા રહ્યા હતા. બાદમાં તેમણે અનેક ચાર્ટબસ્ટર આલબમ આપ્યા હતા. ડાન્સ અને મ્યૂઝિકના અનોખા કોમ્બિનેશનને સાકાર કરતી આ બેલડી ફરી એક વાર સાથે જોવા મળશે. સાઉથના પ્રોડક્શન હાઉસે બે દિગ્ગજોને સાથે રાખી ફિલ્મ બનાવવાનું એલાન કર્યું છે. તેની કાસ્ટમાં બોલિવૂડના કોઈ સ્ટારનો સમાવેશ કરાયો નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.