ફોનપે, ગૂગલપે, અથવા પેટી.એમ, યુ.પી.આઈ કંપનીઓથી નારાજ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

આજના સમયમાં PhonePe, Google Pay અથવા Paytm UPI દ્વારા ચુકવણી કરવી એકદમ સામાન્ય છે. આના વિના આપણે આપણી ડેઈલી રુટિનની કલ્પના પણ કરી શકતા નથી, પરંતુ શું UPI પેમેન્ટ સર્વિસ પૂરી પાડતી નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) હવે આ કંપનીઓથી નારાજ છે? જો એવું નથી તો શા માટે માર્કેટમાં દરરોજ નવી UPI પેમેન્ટ એપ લોન્ચ કરવામાં આવી રહી છે. ખરેખર આ નવી UPI એપ્સ NPCI દ્વારા જ લોન્ચ કરવામાં આવી છે. જેથી ગ્રાહકોને નવા સ્તરે ડિસ્કાઉન્ટનો લાભ મળી શકે. એટલું જ નહીં NPCI પણ ઈચ્છે છે કે UPI સેગમેન્ટમાં નવું રોકાણ આવે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. NPCI ઈચ્છે છે કે લોકો આ નવી એપ્સ તરફ શિફ્ટ થાય. આનો લાભ લો. જેથી PhonePe અને Google Pay પર વધુ પડતા વ્યવહારોથી થતા જોખમો ઘટાડી શકાય. હાલમાં UPIના કુલ વ્યવહારોમાંથી લગભગ 85 ટકા વ્યવહારો આ બે પ્લેટફોર્મ પર જ થાય છે. ડિજિટલ પેમેન્ટ સ્પેસમાં સૌથી મોટી કંપની હોવા છતાં Paytm આ મામલે પાછળ છે.  આ વિશે જાણકારી ધરાવતા લોકોને ટાંકીને ETએ એ પણ અહેવાલ આપ્યો છે કે NPCI નવા UPI ખેલાડીઓ સાથે સતત જોડાણ કરે છે અને તેમની સાથે નિયમિતપણે ચર્ચાઓ કરે છે.

ગયા મહિને પણ NPCI એ નવી UPI એપ કંપનીઓ સાથે બેઠક યોજી હતી અને તેમાં Google Pay, PhonePe અને Paytmને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. જો તમે તાજેતરની ઘટનાઓ પર નજર નાખો તો ઘણા નવા UPI પ્લેટફોર્મ જેમ કે Cred, Slice અને FamPay બજારમાં આવ્યા છે. Zomato, Grow અને Flipkart ને પણ UPI પેમેન્ટ સેવાઓ ચલાવવા માટે લાયસન્સ આપવામાં આવ્યા છે. આ તમામ એપ્સ ગ્રાહકોને યુપીઆઈ પેમેન્ટ કરવા માટે નવી ઓફર્સ, કેશબેક અને ડિસ્કાઉન્ટ આપી રહી છે. જો કે આ કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ નવા UPI યુઝર્સઓને ઉમેરવા માટે આ પ્લેટફોર્મ પર વધુ રોકાણ કરવાના મૂડમાં નથી. તેમ છતાં ક્રેડ આ સેગમેન્ટમાં સારું કેશબેક ઓફર કરી રહ્યું છે. આ ઉપરાંત એડ કેમ્પેન પણ ચલાવવામાં આવી રહ્યું છે. જો આપણે માર્ચના ડેટા પર નજર કરીએ તો PhonePe અને Google Payના ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં વધારો થયો છે. PhonePe ની વૃદ્ધિ 5.2 ટકા અને Google Payની વૃદ્ધિ 6.3 ટકા રહી છે. પરંતુ આ પહેલીવાર છે, જ્યારે કંપનીઓનો ડેટા સિંગલ ડિજિટમાં વધ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.