અમરનાથ યાત્રા આ વર્ષે 29 જૂનથી શરૂ થશે

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

પૌરાણિક કથાઓ અનુસાર, આ પવિત્ર ગુફામાં જ ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય સંભળાવ્યું હતું. સાથે જ તેને 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. ભગવાન શિવ ના કરોડો ભક્તો દર વર્ષે આ પવિત્ર યાત્રા કરે છે.

આ વર્ષની અમરનાથ યાત્રા 29 જૂનથી શરૂ થઈ રહી છે અને 19 ઓગસ્ટ રક્ષાબંધન સુધી ચાલશે. લગભગ 50 દિવસ સુધી ચાલનારી અમરનાથ યાત્રા માટે અત્યાર સુધીમાં 1.5 લાખથી વધુ શિવભક્તોએ રજીસ્ટ્રેશન કરાવી લીધું છે. અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 એપ્રિલથી શરૂ થઈ ગયું છે. કોઈપણ ભક્ત જે આ યાત્રા પર જવા માંગે છે તે સત્તાવાર વેબસાઇટ https://jksasb.nic.in પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

વર્ષમાં માત્ર એક જ વખત થનારી આ પવિત્ર અમરનાથ યાત્રા બે રૂટથી થાય છે. પહેલો માર્ગ અનંતનાગ જિલ્લામાં પરંપરાગત 48 કિમી લાંબા નુનવાન-પહલગામ માર્ગ દ્વારા છે અને બીજો માર્ગ ગાંદરબલ જિલ્લામાં 14 કિમી ટૂંકા અને સાંકડા બાલટાલ માર્ગ દ્વારા છે. આ યાત્રાનું આયોજન જમ્મુ અને કાશ્મીર સરકાર અને શ્રી અમરનાથ જી શ્રાઈન બોર્ડના સંયુક્ત સહયોગથી કરવામાં આવે છે.

પૌરાણિક કથાઓ અનુસાર, આ પવિત્ર ગુફામાં જ ભગવાન શિવે દેવી પાર્વતીને જીવન અને અનંતકાળનું રહસ્ય સંભળાવ્યું હતું. સાથે જ તેને 51 શક્તિપીઠોમાંથી એક માનવામાં આવે છે. દર વર્ષે અહીં કોઈ ચોક્કસ જગ્યાએ પડતા પાણીના ટીપામાંથી શિવલિંગની રચના થાય છે. જેના દર્શન કરવા માટે દેશ અને દુનિયામાં થી કરોડો ભક્તો આ મુશ્કેલ યાત્રા કરીને બાબા અમરનાથ ની ગુફા સુધી પહોંચે છે અને તેમના દુર્લભ દર્શન કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.