હવાઈ મુસાફરી થઈ સસ્તી, બે મહિનામાં જેટ ફ્યુઅલના દરમાં 10 ટકાનો ઘટાડો
જુલાઈથી ઑક્ટોબર સુધી સતત ચાર મહિના જેટ ફ્યુઅલ એટલે કે એર ટર્બાઇન ફ્યુઅલને મોંઘું કર્યા બાદ તેલ કંપનીઓએ સતત બીજા મહિને એરલાઇન કંપનીઓને રાહત આપી છે. જેટ ફ્યુઅલના ભાવમાં પહેલા નવેમ્બરમાં અને પછી ડિસેમ્બરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નવેમ્બર મહિનામાં દેશની રાજધાનીમાં જેટ ફ્યુઅલના ભાવમાં સાડા પાંચ ટકાથી પણ ઓછો ઘટાડો થયો હતો. ડિસેમ્બર મહિનામાં 4.5 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમતમાં 10 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે. હાલમાં રાજધાની દિલ્હીમાં ATFની કિંમત 1,06,155.67 રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. જ્યારે નવેમ્બર મહિનામાં આ જ કિંમત 1,11,344.92 કિલોલીટર હતી. આનો અર્થ એ થયો કે નવેમ્બરની સરખામણીમાં દિલ્હીમાં 4.66 ટકા એટલે કે 5,189.25 રૂપિયા પ્રતિ કિલોમીટરનો ઘટાડો થયો છે. જ્યારે ઓક્ટોબર મહિનામાં દિલ્હીમાં ATFની કિંમત 1,18,199.17 રૂપિયા પ્રતિ કિલોમીટર હતી. બે મહિનામાં આ ઘટાડો 10.18 ટકા એટલે કે 12,043.5 રૂપિયા પ્રતિ કિલોલિટર પર આવ્યો છે.