
આગામી સમયમાં કેન્દ્ર સરકાર સરકારી નર્સિગ કોલેજો શરૂ કરશે
કેન્દ્રીય મંત્રીમંડળે વર્તમાનમાં મેડિકલ કોલેજોની સાથે રૂ.1570 કરોડના ખર્ચે 157 જેટલી સરકારી નર્સિંગ કોલેજોની રચનાને મંજૂરી આપી છે.આમ દેશમાં નર્સિંગ પ્રોફેશનલોની સંખ્યા વધારવા અને વ્યાજબી ભાવે ગુણવતાયુકત શિક્ષણ પુરુ પાડવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.મેડિકલ કોલેજોની સાથે આ નર્સિગ કોલેજો શરૂ કરવાથી વર્તમાન ઇન્ફ્રાસ્ટ્રકચર,સ્કીલ લેબ,ક્લિનિકલ ફેસિલિટીનો મહત્તમ ઉપયોગ કરી શકાશે.ત્યારે આગામી બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાની સરકારની યોજના છે.આ ઉપરાંત કેબિનેટે મેડિકલ ઉપકરણોનું ઘરેલુ ઉત્પાદન વધારવા અને આવા ઉપકરણોની આયાત ઘટાડવા માટે નેશનલ મેડિકલ ડિવાઇસ પોલિસીને મંજૂરી આપી છે.જે પોલિસીને કારણે આગામી પાંચ વર્ષમાં મેડીકલ ડિવાઇસ સેક્ટરનું કદ 11 અબજ ડોલરથી વધીને 50 અબજ ડોલર થઇ જશે.