
આગામી 22 જાન્યુના રોજ અયોધ્યા રામમંદિરમા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે
અયોધ્યામાં રામજન્મભૂમિ સ્થળ પર ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર તૈયાર થઈ રહ્યું છે.ત્યારે આગામી 22મી જાન્યુના દિવસે મંદિરમાં ભગવાન શ્રીરામની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા યોજાશે.ત્યારે તે જ દિવસથી દર્શન અને પૂજન શરૂ થઈ જશે.આમ વર્તમાનમાં મંદિર નિર્માણનું 70 ટકા કામ પુરુ થઈ ગયું છે અને ગર્ભગૃહમાં પીલર 14 ફુટ સુધી બનીને તૈયાર થઈ ગયા છે.ત્યારે પ્રથમ તબકકાનું કામ આગામી ઓગષ્ટમાં પૂર્ણ થઈ જશે.જ્યારે બીજા તબકકાનું કામ આગામી ડિસેમ્બર 2024માં પૂર્ણ થશે અને આગામી 2025 સુધીમાં મંદિરનું સમગ્ર સંકુલનું નિર્માણ થઈ જશે.