ચંદ્રયાન-૩ને લઇને પાકિસ્તાની યુવકનો વીડિયો વાયરલ થયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, પાકિસ્તાની યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેમને ભારતના ચંદ્રયાન-૩ની સફળતા અંગે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. જેનો તે હસીને જવાબ આપે છે અને પોતાના દેશની ખામીઓ ગણવા લાગે છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનના લોકો પહેલાથી જ ચંદ્ર પર રહે છે, તેમને ન તો વીજળી મળે છે અને ના તો પાણી મળે છે. તેમણે કહ્યું કે ભારત રૂપિયા ખર્ચીને જઇ રહ્યું છે, આપણે ચંદ્ર પર છીએ.

વાયરલ વીડિયોમાં આ વ્યક્તિ કહે છે, ‘તે પૈસા ખર્ચીને જઇ રહ્યો છે ને? આપણે પહેલેથી જ ચંદ્ર પર જીવીએ છીએ. તમને ખબર નથી?’ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ કહે છે, ‘ના. આપણે ચંદ્ર પર જીવતા નથી. તેના પર તે વ્યક્તિ કહે છે, ‘ ચંદ્ર પર પાણી નથી? અહીં પણ નથી. ત્યાં ગેસ છે? અહીં પણ નથી. વીજળી છે? અહીં પણ જુઓ અહીં પણ લાઈટ નથી. નોંધનીય છે કે ભારતના ચંદ્રયાન-૩ એ બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં સફળતાપૂર્વક લેન્ડ કર્યું હતું. આ સફળતા સાથે ભારતે ઈતિહાસ રચ્યો છે.

તે ચંદ્રના આ ક્ષેત્રમાં પહોંચનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. જ્યારે તે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર ચોથો દેશ બની ગયો છે. આ પહેલા અમેરિકા, રશિયા અને ચીન આ સિદ્ધિ હાંસલ કરી ચૂકયા છે. દુનિયાભરના દેશો ભારતને અભિનંદન આપી રહ્યા છે. સ્પેસ એજન્સી ઈસરોની મહેનતના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. નોંધનીય છે કે ઈસરોના જણાવ્યા અનુસાર રોવર પ્રજ્ઞાન લેન્ડર વિક્રમમાંથી બહાર આવી ગયું છે અને તેણે ચંદ્ર પર અશોક સ્તંભ અને ઈસરોના પગના નિશાન છોડી દીધા છે. પ્રજ્ઞાન હવે ચંદ્ર પર ૧૪ દિવસ સુધી અભ્યાસ કરશે અને ડેટા એકત્રિત કરીને લેન્ડર વિક્રમને મોકલશે. અહીંથી જમીન પર બેઠેલા ઈસરોના વૈજ્ઞાનિકોને તમામ માહિતી મોકલવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.