મંદિરની દાનપેટીમાં કોઈ ભક્ત ૧૦૦ કરોડનો ચેક નાખીને ગયો

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

વિશાખાપટનમ, આંધ્ર પ્રદેશના વિશાખાપટનમમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક ભક્તે મંદિરમાં ૧૦૦ કરોડ રૂપિયાનો ચેક મંદિરના દાનપાત્રમાં નાખ્યો છે. જ્યારે મંદિર પ્રશાસને ચેકને કેશ કરાવવા માટે બેક્નનો સંપર્ક કર્યો તો ચોંકી ગયા. કારણ કે જે અકાઉન્ટમાંથી ચેક આપવામાં આવ્યો હતો, તે અકાઉન્ટ ફક્ત ૧૭ રૂપિયા બેલેન્સ હતું. હવે આ ચેકનો ફોટો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર આ ચેક નાખનારા પર લોકો ખરીખોટી સંભળાવી રહ્યા છે.

હકીકતમાં જોઈએ તો, આ કિસ્સો વિશાખાપટ્ટનના સિમ્હાચલમના શ્રી વહાર લક્ષ્મી નરસિમ્હા સ્વામી વારી દેવસ્થાનમ મંદિરનો છે. મંદિરમાં રહેલી દાનપેટીમાં આવેલા ચડાવો જોઈ રહ્યા હતા. આ દરમ્યાન મંદિર પ્રશાસનને નોટોની વચ્ચે એક ચેક મળ્યો. ચેકમાં ૧૦૦ કરોડની રકમ લખેલી હતી. તેને જોઈને મંદિર પ્રશાસનમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ. ત્યાર બાદ ચેકને કેશ કરાવવા માટે મંદિર પ્રશાસનના લોકો બેક્નમાં પહોંચ્યા અને ચેકને કેશ કરવા માટે આપ્યા. કોટક મહિન્દ્રા બેક્ને આ ચેકને જ્યારે બેક્નવાળાઓએ ચેક જે અકાઉન્ટ સાથે જોડાયેલ હતો, તેને ચેક કર્યો.

આ જોઈને બેક્નવાળા અને મંદિર પ્રશાસનના હોશ ઉડી ગયા. કેમ કે ૧૦૦ કરોડ રૂપિયાનો ચેક હતો, પણ તેના અકાઉન્ટમાં ફક્ત ૧૭ રૂપિયા બેલેન્સ હતું. હવે આ સમગ્ર મામલો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ૧૦૦ કરોડ રૂપિયાવાળા ચેકની તસવીર પણ સામે આવી છે. જો કે આ સંબંધમાં કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ થઈ હોય તેવું સામે આવ્યું નથી. માનવામાં આવી રહ્યું છે કે, કોઈએ મજાક મજાકમાં આટલી ભારે રકમ લખીને મંદિરની દાનપેટીમાં નાખ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.