દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરના આદેશથી દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હટાવી દેવામાં આવ્યા

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશની રાજધાની દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે દિલ્હી મહિલા આયોગમાંથી 223 કર્મચારીઓને તાત્કાલિક અસરથી હટાવી દીધી છે. દિલ્હી મહિલા આયોગના તત્કાલીન અધ્યક્ષ સ્વાતિ માલીવાલે નિયમોની વિરુદ્ધ જઈને પરવાનગી વિના તેમની નિમણૂક કરી હોવાનો આરોપ છે. ગર્વનરના આદેશમાં ડી સી ડબલ્યુ એક્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે જણાવે છે કે કમિશનમાં માત્ર 40 પોસ્ટ જ મંજૂર છે અને ડી સી ડબલ્યુ પાસે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓની નિમણૂક કરવાનો અધિકાર નથી.

ડીસીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટના એડિશનલ ડાયરેક્ટર દ્વારા જારી કરવામાં આવેલા આ આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે નવી નિમણૂકો પહેલા કોઈ મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતું અને વધારાના નાણાકીય બોજ માટે પરવાનગી લેવામાં આવી ન હતી. ફેબ્રુઆરી 2017માં તત્કાલિન લેફ્ટનન્ટ ગવર્નરને સોંપવામાં આવેલા તપાસ રિપોર્ટના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. સ્વાતિ માલીવાલે જાન્યુઆરી 2024માં કમિશનના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. અરવિંદ કેજરીવાલે તેણીને આમ આદમી પાર્ટી વતી રાજ્યસભામાં સાંસદ પદ માટે નોમિનેટ કર્યા હતા.

મીના કુમારી સહિત 223 કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી કે તેમને વેતન આપવામાં આવે. હાઈકોર્ટે વચગાળાના આદેશમાં પગાર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ પછી ડીસીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટએ હાઈકોર્ટમાં એફિડેવિટ દાખલ કરી. ડીસીડબ્લ્યુ ડિપાર્ટમેન્ટ એ હાઈકોર્ટને જણાવ્યું કે આ નિમણૂંકોમાં નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ડીડબ્લ્યુસીડીએ હાઈકોર્ટને જણાવ્યું કે ઓડિટ રિપોર્ટમાં ઘણી ગેરરીતિઓ જોવા મળી હતી. જે બાદ એન્ટી કરપ્શન બ્રાન્ચમાં કેસ નોંધવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.