અમેરિકા, રશિયાથી લઈ ૧૩ દેશોએ ૯ વર્ષમાં મોદીને આપ્યું સર્વોચ્ચ સન્માન

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી, ૨૬ મે, ૨૦૧૪ એ દિવસ હતો જ્યારે પીએમ મોદીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે આ દિવસને ૯ વર્ષ વીતી ગયા છે અને છેલ્લા ૯ વર્ષથી તેઓ દેશના વડાપ્રધાન તરીકે પોતાની ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન તરીકે વિવિધ દેશો સાથે કૂટનીતિ, વ્યાપાર અને સંરક્ષણ સંબંધો વધારવા માટે તેમના દેશમાં પહોંચેલા પીએમને પાછલા વર્ષોમાં ઘણા દેશો દ્વારા તેમના સર્વોચ્ચ સન્માનથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં અમે પીએમને આપવામાં આવતા સર્વોચ્ચ સન્માન વિશે માહિતી આપી રહ્યા છીએ. મોદી સરકારે આજે કેન્દ્રમાં પોતાના ૯ વર્ષ પૂર્ણ કર્યા છે. આ અવસર પર સરકાર પોતાની સિદ્ધિઓ ગણાવી રહી છે. છેલ્લા ૯ વર્ષમાં સરકારે કેવી રીતે મોટા નિર્ણયો લીધા અને લોકો માટે શું કર્યું તેની વાતો ભાજપ કરી રહ્યું છે તો બીજી તરફ વિપક્ષ કોંગ્રેસ દ્વારા તેને ૯ વર્ષની નિષ્ફળતા ગણાવવામાં આવી રહી છે.કોંગ્રેસના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કરવામાં આવ્યું છે, જેમાં મોદી સરકારના નવ વર્ષનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોંગ્રેસે બેરોજગારીથી લઈને મોંઘવારી અને અન્ય મુદ્દાઓ પર સરકારને ઘેરી હતી અને કહ્યું છે કે દુર્દશાના ૯ વર્ષ પૂરા થઈ ગયા છે.

કયા દેશોએ મોદીને કયારે અને કયો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો?

૨૬ મે, ૨૦૧૪ એ દિવસ હતો જ્યારે પીએમ મોદીએ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. આજે આ દિવસને ૯ વર્ષ વીતી ગયા છે અને છેલ્લા ૯ વર્ષથી તેઓ દેશના વડાપ્રધાન તરીકે પોતાની ભૂમિકાઓ નિભાવી રહ્યા છે. ક્યા દેશોએ મોદીને ક્યારે અને ક્યો સર્વોચ્ચ એવોર્ડ આપ્યો તે નીચે મુજબ છે.
¨ ૨૦૧૬ – ‘કિંગ અબ્દુલાઝીઝ સાશ’ – સાઉદી અરેબિયાનું સવર્ોચ્ચ નાગરિક સન્માન
¨ ૨૦૧૬ – ‘અમીર અમાનુલ્લા ખાન એવોર્ડ’ – અફઘાનિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન
¨ ૨૦૧૮ – ‘ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઈન’ – પેલેસ્ટાઈનનું સર્વોચ્ચ સન્માન વિદેશી મહાનુભાવોને આપવામાં આવે છે
¨ ૨૦૧૯ – ‘ઓર્ડર ઓફ ઝાયેદ’ – સંયુક્ત આરબ અમીરાતનું સર્વોચ્ચ નાગરિક સન્માન
¨ ૨૦૧૯ – ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રૂ’ – રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન
¨ ૨૦૧૯ – ‘નિશાન ઇઝ્ઝુદ્દીન’ – માલદીવનું સર્વોચ્ચ સન્માન વિદેશી મહાનુભાવોને આપવામાં આવ્યું
¨ ૨૦૨૧ – ઓર્ડર ઓફ ધ ડ્રૂક ગ્યાલ્પો – ભુતાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન
¨ ૨૦૨૩ – કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિજી – ફિજીનું સર્વોચ્ચ સન્માન
¨ ૨૦૨૩ – ગ્રાન્ડ કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ લોગોહુ – પાપુઆ ન્યુ ગિનીનું સર્વોચ્ચ સન્માન
¨ ૨૦૧૮ – યુનાઈટેડ નેશન્સ ચેમ્પિયન્સ ઓફ ધ અર્થ એવોર્ડ – સંયુક્ત રાષ્ટ્રનું સર્વોચ્ચ પર્યાવરણ સન્માન
¨ ૨૦૧૯ – ‘ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસાં’ – બહેરીન દ્વારા એનાયત
¨ ૨૦૨૦ – ‘લિજન ઓફ મેરિટ’ – યુએસ સરકાર દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ આર્મ્ડ ફોર્સિસ એવોર્ડ
¨ ૨૦૧૮ – સિઓલ પીસ પ્રાઈઝ – સિઓલ પીસ પ્રાઈઝ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા દ્વિવાર્ષિક ધોરણે એવા વ્યક્તિઓને એનાયત કરવામાં આવે છે જેમણે માનવજાતની સુમેળ, રાષ્ટ્રો વચ્ચે સમાધાન અને વિશ્વ શાંતિમાં યોગદાન દ્વારા પોતાને અલગ પાડયા છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.