સાઉથનો સુપરસ્ટારે વિજય ચંદ્રશેખર પહેલાં 400 લોકોને સોનાની વીંટી ગિફ્ટ કરી, હવે IT વિભાગે કરોડોનો ભાંડો ફોડ્યો!
સાઉથનો સુપરસ્ટાર અને બદ્રી ફિલ્મનો એક્ટર જોસેફ વિજય ચંદ્રશેખર ઉર્ફ વિજય થાલાપથિના ઘરે આયકર વિભાગે દરોડા પાડ્યા છે. આ રેડ ટેક્સ ચોરીના મામલે પાડવામાં આવી હતી. ઈનકમ ટેક્સની રેડમાં અત્યાર સુધીમાં 65 કરોડનો મુદ્દેમાલ ઝડપાયો છે. હજુ હાલમાં ઈનકમ ટેક્સની રેડ ચાલુ જ છે.
ઈનકમ ટેક્સએ 5 ફેબ્રુઆરી સવારે AGS એન્ટરપ્રાઈઝની પ્રોપર્ટી પર દરોડો પાડ્યો હતો. જેને લઈને વિજયે ફિલ્મનું શુટિંગ વચ્ચે જ રોકી દીધું. ઈનકમ ટેક્સના એક અધિકારીએ જણાવ્યું કે, અમને જાણવા મળ્યું હતું કે, બિગિલ માટે વિજયે ઘણી રકમ કેશમાં લીધી હતી. ઉલ્લેખનીય છે કે, વિજય એ જ એક્ટર છે કે, જેણે બિગિલના દરેક ક્રુ મેમ્બરને એક એક સોનાની વીંટી ગિફ્ટમાં આપી હતી.
આ વીંટી પર અંગ્રેજીમાં ફિલ્મનું નામ BIGIL લખેલું હતું. વિજયે લગભગ 400 ક્રુ મેમ્બરને સોનાની અંગુઠી આપી હતી. વિજયે માત્ર 18 વર્ષની ઉંમરે જ ફિલ્મમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. તે એક્શન, ડ્રામા અને રોમાંચની ફિલ્મોમાં મોટુ નામ ધરાવે છે.