
શાહીન બાગ પર સુપ્રીમ કૉર્ટની લાલ આંખ, કહ્યું- દરેક જણ રસ્તા ઘેરવા લાગે તો કેવી રીતે ચાલશે?
સુપ્રીમ કૉર્ટમાં શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદાનાં વિરોધમાં ધરણા કરી રહેલા પ્રદર્શનકારીઓને હટાવવાની અરજી પર સુનાવણી શરૂ થઈ છે. કૉર્ટે બીજા પક્ષને સાંભળવા દરમિયાન કહ્યું કે અમે એ નથી કહી રહ્યા કે પ્રદર્શન ના કરવામાં આવી શકે. પ્રશ્ન એ છે કે પ્રદર્શન ક્યાં થવું જોઇએ. દરેક જણ રસ્તા પર ઉતરી આવશે તો શું થશે?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, “લોકશાહી લોકોની અભિવ્યક્તિથી જ ચાલે છે, પરંતુ આની એક સીમા છે. જો તમામ રસ્તા બંધ કરવા લાગે તો મુશ્કેલી પડશે. તમે દિલ્હીને જાણો છે, પરંતુ દિલ્હીનાં ટ્રાફિકને નહીં. ટ્રાફિક ના બંધ થવો જોઇએ.” સુપ્રીમ કૉર્ટે આ મામલે સંજય હેગડેને પ્રદર્શનકારીઓને મનાવવાની જવાબદારી આપી છે. સાથે જ દિલ્હી પોલીસ કમિશ્નરને આ મામલે સોંગદનામું આપવાનું કહ્યું છે.
અદાલતે કહ્યું કે, “જો કોઈ વ્યક્તિ પબ્લિક રૉડને બ્લોક કરવા લાગે ભલે કારણ કોઈપણ હોય, તો શું થશે? અમારી ચિંતા એ વાત પર છે કે પ્રદર્શન રસ્તાઓ પર કરવામાં આવી રહ્યું છે. અમારું માનવું છે કે આ કેસ અથવા બીજા કેસમાં રસ્તાને બ્લોક ના કરી શકાય.” દિલ્હીનાં શાહીન બાગમાં છેલ્લા ૫૮ દિવસોથી નાગરિકતા કાયદા અને રાષ્ટ્રિય નાગરિક રજિસ્ટરનાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે.
આના કારણે મુખ્ય રસ્તા પર આવન-જાવન બંધ છે. વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવવાથી લોકોને થઈ રહેલી પરેશાનીની વિરુદ્ધ વકીલ અમિત સાહની અને બીજેપી નેતા નંદ કિશોર ગર્ગે સુપ્રીમ કૉર્ટમાં અરજી દાખલ કરી હતી. તો પ્રદર્શન દરમિયાન ૪ માસનાં બાળકનાં મોત પર બહાદુરી પુરસ્કાર પ્રાપ્ત વિવ્યાર્થિની જેન ગુણરત્ન સદાવર્તે સુપ્રીમ કૉર્ટને ચિઠ્ઠી લખી હતી. કૉર્ટે આના પર સ્વતઃ માહિતી લીધી છે.