
ભારતમાં અત્યાર સુધીમાં ૮,૪૫૩ કેસ, મૃત્યુઆંક ૨૯૭; સતત ત્રીજા દિવસે ૮૦૦થી વધારે પોઝિટિવ ટેસ્ટ આવ્યા
નવી દિલ્હી : કોરોનાને લીધે શનિવારે દેશમાં ૮૫૪ નવા કેસ સામે આવ્યા હતા અને કુલ સંક્રમિતોની સંખ્યા ૮,૪૫૩ થઈ હતી. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં અત્યાર સુધીમાં સૌથી વધારે ૩૬ લોકોના મોત થયા છે. આ સાથે દેશમાં કુલ મૃત્યુઆંક ૨૯૭ થયો છે. શનિવારે મહારાષ્ટ્રમાં ૧૭ લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ ઉપરાંત મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૧૭૬૧ પોઝિટિવ કેસ છે. દિલ્હીમાં ૧૦૬૯ પોઝિટિવ કેસ આવી ચુક્યા છે. કાશ્મીરના કુપવાડામાં નિઝામુદ્દીનની યાત્રાની માહિતી છૂપાવનાર એક વ્યક્તિ પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. શનિવારે મહારાષ્ટ્રમાં ૧૮૭, દિલ્હીમાં ૧૬૬, રાજસ્થાનમાં ૧૩૯, ગુજરાતમાં ૯૦ અને મધ્ય પ્રદેશમાં ૭૮ કેસ આવ્યા છે. કર્ણાટકમાં ૮, ઝારખંડ અને હરિયાણામાં ૩-૩ તથા બિહારમાં ૪ કેસ સામે આવ્યા છે. આ આંકડા ર્ષ્ઠvૈઙ્ઘ૧૯ૈહઙ્ઘૈટ્ઠ વેબસાઈટ અને રાજ્ય સરકારોના આંકડા પ્રમાણે છે. બીજી બાજુ આરોગ્ય મંત્રાલયના મતે શનિવારે ૫ વાગ્યા સુધીમાં દેશમાં ૭,૫૨૯ સંક્રમિત હતા. આ પૈકી ૬,૬૩૪ લોકોનો ઈલાજ ચાલી રહ્યો છે. ૬૫૨ લોકોને સારું થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને ૨૪૨ લોકોના મોત થયા છે.