
દિલ્હીમાં ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર 4.0ની તીવ્રતા, લોકો ઘરની બહાર નિકળ્યા
નવી દિલ્હી
કોરોનાવાયરસના સંક્રમણ વચ્ચે રાજધાની દિલ્હી અને NCR રીજનમાં રવિવારે સાંજે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. તેની તીવ્રતા ૪.૦ નોંધાઇ છે. અત્યારે ભૂકંપના કેન્દ્રની માહિતી મળી નથી. ભૂકંપના ઝટકા અનુભવાતા ઘણા લોકો ઘરોની બહાર નિકળી આવ્યા હતા. સંક્રમણ વચ્ચે લોકડાઉનમાં તેનાથી સોશિયલ ડિસ્ટન્સિંગને ખતરો થઇ શકે છે.