તો શું એટલા માટે દિલ્હીમાં ભાજપ સત્તાથી રહેશે દૂર? આ એક જ ભૂલ પડી ગઈ ભારે?
લોકસભાની ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો પણ માત્ર ૮ જ મહિનામાં દિલ્હીની જનતાએ આપ પર વિશ્વાસ દેખાડ્યો છે. ગઈ કાલે મતદાન બાદ સામે આવેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં સત્તામાં પાછા ફરવાના ભાજપના અરમાનો પર પાણી ફરી વળતુ દેખાઈ રહ્યું છે.એક્ઝિટ પોલમાં કુલ ૭૦માંથી આપને સરેરાશ ૫૦ તો ભાજપને ૨૬ની આસપાસ બેઠકો મળતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.પુરબિયા અધ્યક્ષ અને પૂર્વાંચલિઓના દમ પર દિલ્હીની સત્તામાં કમબેક કરવાના સપના જોનારી ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. પૂર્વાંચલ સમુદાયના જાણીતો ચહેરો મનોજ તિવારીએ ચાર વર્ષ પહેલા દિલ્હીની કમાંન સોંપતા ભાજપની યોજના હતી કે રાજ્યમાં બિહારી અને ઉત્તર પ્રદેશના મતદાતાઓથી તે મજબુત બનશે અને સત્તામાં પાછી ફરશે. ભાજપ હાઈકમાન્ડે મનોજ તિવારીને ૨૦૧૬માં દિલ્હી ભાજપ અધ્યક્ષ બનાવ્યા હતાં, પરંતુ ચૂંટણીમાં ભાજપે તિવારીને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યા નહોતા.
મનોજ તિવારીની સીએમના ઉમેદવાર ના જાહેર કરવા પાછળ કારણ જે કોઈ પણ હોય, પરતુ ભાજપનો આ નિર્ણય દિલ્હી સર કરવાની તેની રાજકીય મહત્વકાંક્ષા પર ભારે પડતો દેખાઈ રહ્યો છે. કેજરીવાલ મનોજ તિવારીની સરખામણીએ મુખ્યમંત્રી પદની રેસમાં ક્યાંય આગળ રહ્યાં. આજતક- એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં ૫૪ ટકા લોકોએ મુખ્યમંત્રી પદ માટે કેજરીવાલ પર તો માત્ર ૨૧ ટકા લોકોએ જ મનોજ તિવારીને પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આમ ભાજપ દ્વારા કેજરીવાલ સામે મુખ્યમંત્રી પદનો ચહેરો ના ઉતારવો તેને ભારે પડી શકે છેલોકસભાની ચૂંટણીમાં ભાજપે સપાટો બોલાવ્યો પણ માત્ર ૮ જ મહિનામાં દિલ્હીની જનતાએ આપ પર વિશ્વાસ દેખાડ્યો છે. ગઈ કાલે મતદાન બાદ સામે આવેલા મોટા ભાગના એક્ઝિટ પોલમાં સત્તામાં પાછા ફરવાના ભાજપના અરમાનો પર પાણી ફરી વળતુ દેખાઈ રહ્યું છે.એક્ઝિટ પોલમાં કુલ ૭૦માંથી આપને સરેરાશ ૫૦ તો ભાજપને ૨૬ની આસપાસ બેઠકો મળતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે.
પુરબિયા અધ્યક્ષ અને પૂર્વાંચલિઓના દમ પર દિલ્હીની સત્તામાં કમબેક કરવાના સપના જોનારી ભાજપને જોરદાર ઝાટકો લાગ્યો છે. પૂર્વાંચલ સમુદાયના જાણીતો ચહેરો મનોજ તિવારીએ ચાર વર્ષ પહેલા દિલ્હીની કમાંન સોંપતા ભાજપની યોજના હતી કે રાજ્યમાં બિહારી અને ઉત્તર પ્રદેશના મતદાતાઓથી તે મજબુત બનશે અને સત્તામાં પાછી ફરશે. ભાજપ હાઈકમાન્ડે મનોજ તિવારીને ૨૦૧૬માં દિલ્હી ભાજપ અધ્યક્ષ બનાવ્યા હતાં, પરંતુ ચૂંટણીમાં ભાજપે તિવારીને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવ્યા નહોતા.
મનોજ તિવારીની સીએમના ઉમેદવાર ના જાહેર કરવા પાછળ કારણ જે કોઈ પણ હોય, પરતુ ભાજપનો આ નિર્ણય દિલ્હી સર કરવાની તેની રાજકીય મહત્વકાંક્ષા પર ભારે પડતો દેખાઈ રહ્યો છે. કેજરીવાલ મનોજ તિવારીની સરખામણીએ મુખ્યમંત્રી પદની રેસમાં ક્યાંય આગળ રહ્યાં. આજતક- એક્સિસ માય ઈન્ડિયાના સર્વેમાં ૫૪ ટકા લોકોએ મુખ્યમંત્રી પદ માટે કેજરીવાલ પર તો માત્ર ૨૧ ટકા લોકોએ જ મનોજ તિવારીને પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આમ ભાજપ દ્વારા કેજરીવાલ સામે મુખ્યમંત્રી પદનો ચહેરો ના ઉતારવો તેને ભારે પડી શકે છે.