
જાપાનમાં શિપ પર ફસાયેલા વધુ ૨ ભારતીય નાગરિક કોરોનાથી સંક્રમિત, ચીનમાં અત્યાર સુધીમાં ૧૮૭૦ લોકોના મોત
જાપાનના યોકોહામા પોર્ટ પર અટકાવવામાં આવેલા ડાયમંડ પ્રિન્સેજ શિપ પર વધુ બે ભારતીયોમાં કોરોના વાઈરસનું સંક્રમણ જોવા મળ્યુ છે. જાપાન સ્થિત ભારતીય દુતાવાસે સોમવારે કહ્યું હતું કે અગાઉ ચાર ભારતીયોમાં કોરોના વાઈરસ સંક્રમણ જોવા મળ્યું હતું. આ લોકોના આરોગ્યની સ્થિતિમાં હવે સુધારો થઈ રહ્યો છે. જહાજ પર કુલ ૪૫૪ લોકો કોરોનાથી સંક્રમિત છે. બન્ને ભારતીય ક્રુ મેમ્બર્સના સભ્ય સહિત તમામને ઈલાજ માટે ઓબ્ઝર્વેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે. ચીનમાં અત્યાર સુધીમાં ૧૮૭૦ લોકોના મોત થયા છે અને ૭૨ ,૪૩૬ કેસ નોંધાયા છે.ભારતીય દુતાવાસે કહ્યું છે કે શિપ પર ૬ ભારતીય સંક્રમિત છે. જહાજ પર કુલ ૧૩૮ ભારતીય છે. તેમાંથી ૧૩૨ ક્રુ અને ૬ યાત્રી છે. તમામ ભારતીયોના ઈલાજ અને સારી તબિબિ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જાપાન સરકાર સાથે વાતચીત કરવામા આવી રહી છે. ટોકયોમાં ભારતીય દુતાવાસ સતત શિપ પર ઉપલબ્ધ ભારતીય નાગરિકોના સંપર્કમાં છે.ચીનના આરોગ્ય અધિકારીઓએ મંગળવારે કહ્યું હતું કે ચીનમાં એક જ દિવસમાં ૧૮૮૬ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે ૯૮ લોકોના મોત થયા છે. હુબેઈમાં એક દિવસમાં ૯૩ લોકોના મોત થયા છે.હેનાન પ્રાંતમાં વધુ ૩ અને હુબેઈ તથા હુનાનમાં ૧-૧ યુવકનું મોત થયું છે.મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીઓએ સોમવારે કહ્યું હતું કે રાજ્યમાં કોરોના વાઈરસના ૬૪ શંકાસ્પદ કેસમાંથી ૬૦ લોકોનો તપાસ અહેવાલ નેગેટીવ આવ્યો છે. ચાર વ્યક્તિના રિપોર્ટ આવવાના બાકી છે. તેમાંથી ૫૯ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. પાંચ યુવાકોને હજુ પણ મુંબઈ અને સાંગલીની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.મહારાષ્ટ્રના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ડિસેમ્બરના અંત ભાગથી ચીનથી આવી રહેલા તમામ યાત્રીઓની મુંબઈ એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે. આરોગ્ય અધિકારીઓએ ૧૮ જાન્યુઆરીથી વિમાની મથક પર સાવચેતીના પગલાંરૂપે ૩૮,૧૩૧ યાત્રીની તપાસ કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોના વાઈરસના કેસ સામે આવ્યા નથી