ઈસ્કોનના ચેરમેન ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું 80 વર્ષની વયે નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક

ગુજરાત
ગુજરાત

ઇસ્કોનના પ્રમુખ ગોપાલ કૃષ્ણ ગોસ્વામીનું રવિવારે સવારે દેહરાદૂનની એક હોસ્પિટલમાં હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈસ્કોનના ભક્તો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. હોસ્પિટલના એમડી કમલ ગર્ગે જણાવ્યું હતું કે તેમને ફેફસાના ચેપને કારણે 1 મેના રોજ સિનર્જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ગોપાલ કૃષ્ણ ગોસ્વામીના પાર્થિવ દેહને વૃંદાવન લઈ જવામાં આવ્યો છે અને સોમવારે (6 મે) ના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. ગોસ્વામી 1 મેના રોજ ભૂમિપૂજન સમારોહ માટે દેહરાદૂન પહોંચ્યા હતા. જ્યાં તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા.

પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો

ગોપાલ કૃષ્ણના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ‘શ્રી ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજા એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક પ્રતિમા હતા, જેઓ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની અતૂટ ભક્તિ અને ઇસ્કોન દ્વારા તેમની અથાક સેવા માટે વિશ્વભરમાં સન્માનિત હતા. તેમના ઉપદેશોમાં ભક્તિ, દયા અને સેવાના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.