ઉનાવા ગામે ઈરાદા પૂર્વક હોળીની રજાનો લાભ લઈ સરકારી ગૌચર જગ્યા ઉપર ફેન્સી કરી દેવા બાબતે સરપંચ, તલાટીને લેખિત રજૂઆત

મહેસાણા
મહેસાણા

અરજદારે તા.૫ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સરકારી જગ્યામાં દબાણની અરજી કરી હતી

સરપંચ અને તલાટી દબાણકર્તાઓને છાવરી રહ્યા હોવાનો આક્ષેપ કરાયો

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી: ઉંઝા તાલુકાના ઉનાવા ગામના એક અરજદાર બારોટ સમ્મી અનિલભાઈએ ઈરાદા પૂર્વક હોળીની ત્રણ દિવસની રજાનો લાભ લઈ સરકારી ગૌચર જગ્યા ઉપર અગાઉ કરેલ દબાણો વાળી જગ્યાએ ફેન્સી કરી દેવા બાબતે ગામના જાગૃત અને યુવા સરપંચ ચિરાગભાઈ વિષ્ણુભાઈ પટેલ સહિત તલાટી ને લેખિત રજૂઆત કરી છે. જેમાં જણાવાયું છે કે, ઉનાવા ગામમાં આનંદપુરા થી ડાભી જવાના રસ્તા ઉપર સરકારી ડેરી સામે પંખી ઘરની બાજુમાં સરકારી જગ્યામાં દબાણની અરજી તા.૫ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ આપેલ છે. જેમાં જણાવાયું હતું કે, આ જગ્યાએ ગેરકાયદેસર માટી પુરાણ કરી ઝાડ કટીંગ કરવામાં આવે છે. જે રજૂઆત કરવા છતાં આપના દ્વારા કોઈ કાર્યવાહી કરેલ નથી. તેમ છતાં તા.૨૩ માર્ચ અને ૨૪ માર્ચ ૨૦૨૪ ના રોજ રાતોરાત તારની વાડ કરી આ જગ્યા ઉપર ગેરકાયદેસર દબાણો કરવામાં આવેલ છે. જેની જાણ સરપંચ અને તલાટીને હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુમાં અરજદારે આક્ષેપ કરતા જણાવ્યું છે કે, આપ દ્વારા સ્થળ તપાસ કરતાં લાગી રહ્યું છે કે, સરપંચ અને તલાટી દબાણકર્તાઓને છાવરી રહ્યા છે. આ બાબતે લેખિત અરજી આપી જાણ કરીએ છીએ કે, આપ દબાણકર્તાઓને સમર્થન આપ્યા વિના દબાણ વાળી ગૌચર જગ્યા ખાલી કરાવશો. જો તમે તેવું કરવામાં નહીં આવે તો અમારી ફરીયાદ ના છુટકે સી.એમ.ઓ. કરવાની ફરજ પડશે. તેમજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉનાવા ગામ ગેરકાયદેસર દબાણોનો રાફડો ફાટયો હોય તેમ દિન પ્રતિદિન દબાણો વધી રહ્યા છે. જાહેર રસ્તાઓ, હાઈવે પર અને ગામની અંદર પણ ગેરકાયદેસર દબાણો વધતા જાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.