કડી તાલુકાના બોરીસણા નર્મદા કેનાલ ઉપર ટ્રક બંધ પડતા બંને તરફ વાહનોની લાઈનો લાગી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના બોરીસણા મુખ્ય નર્મદા કેનાલ ઉપર સાણંદ તરફથી ટાયરો ભરીને આવી રહેલા ટ્રક નંબર RJ 52 GA 7031 અચાનક જ ખામીના કારણે બગડ્યો હતો. જેના કારણે નર્મદા કેનાલની બંને બાજુ બબ્બે કિલોમીટરના વાહનોના ખડકલા જોવા મળ્યા હતા. વાહનચાલકો દ્વારા કડી પોલીસ સ્ટેશનમાં લેન્ડલાઈન ઉપર ફોન કરતાં ફોન બંધ આવતો હતો.

જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આજરોજ બપોરે કેનાલ ઉપર ટ્રાફિકના દ્રશ્યો જોવા મળ્યા હતા અને સાંજ સુધી ટ્રાફિકનો કાંઈ નિકાલ ન આવતા વાહનચાલકોએ ન છૂટે બોરીસણા નર્મદા કેનાલ ઉપર થઈને જવાનો વારો આવ્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.