ચીનમાં ફેલાયેલી રહસ્મય બીમારીને લઈ વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલ સજ્જ

મહેસાણા
મહેસાણા

ચીનમાં બાળકોમાં ફેલાયેલી ભેદી બીમારીએ દુનિયાની ચિંતા ફરી વધારી છે, ત્યારે ભારત સરકાર આ મામલે એકશનમાં આવી છે. કેન્દ્ર સરકારે આ અંગે એડવાઈઝરી જાહેર કરીને તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે. તમામ રાજ્યોને હોસ્પિટલ્સ સહિતની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે વિસનગરની નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલ પણ સજ્જ બની છે. જેમાં આઇસીયુ, ઓકિસજન વોર્ડ, ઓકસીજન પ્લાન્ટ, ડોક્ટરની ટીમ સહિતને તૈયાર કરી દેવામાં આવી છે.વિસનગરમાં નૂતન મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર સંચાલિત નૂતન જનરલ હોસ્પિટલે ચીનમાં ફેલાયેલા રહસ્યમય બીમારીને લઈ સજ્જ બની છે. જેમાં ભારત સરકાર દ્વારા પણ આ રહસ્મય બીમારી ભારતમાં ન આવે તે માટે પહેલેથી જ એડવાઈઝરી જાહેર કરી દેવામાં આવી છે. જેમાં હોસ્પિટલ સ્ટાફને તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે. વિસનગરની નૂતન જનરલ હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરી દેવામાં આવી હતી. જેમાં પીડિયાટ્રીક આઇ.સી.યુ, આઇ.સી.યુ, રેડ ઝોન એરિયા, શંકાસ્પદ વોર્ડ, ઓકસીજન પ્લાન્ટ, પીપીઈ કીટ, બેડ સહિત સ્ટાફની વ્યવસ્થા કરી દેવામાં આવી છે. ભારત સરકારની એડવાઇઝરીને લઈ હોસ્પિટલને સજજ કરી દેવામાં આવી છે.


આ અંગે ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ચીનમાં જે વાયરસ ફેલાઇ રહ્યો છે જેને લઈ ગુજરાત સરકાર અને ભારત સરકારની એડવાઈઝરી પ્રમાણે નૂતન જનરલ હોસ્પિટલમાં અત્યારે આઇસોલેટેડ વોર્ડ તૈયાર કરી દિધો છે. સ્વાઇન ફ્લૂ માટે હોસ્પિટલની લેબમાં ટેસ્ટિંગ કરવા માટેની પરમિશન પણ ગુજરાત સરકાર દ્વારા મળી ગઈ છે. જે રીતે આપણે કોવીડનો સામનો કર્યો હતો અને ના કરે પણ ચીનનો વાયરસ વધુ અસરકારક બને અને ઉત્તર ગુજરાત અને મહેસાણાના નાગરિકોને અસર થાય તો નૂતન જનરલ હોસ્પિટલમાં એની પ્રાથમિક સારવાર થઈ શકે તે માટે તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. લેબોરેટરી સજજ છે, આઇસોલેટેડ વોર્ડ તૈયાર છે. આ અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એવું અમને લાગી રહ્યું છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.