
વડનગર જનરલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું
મહેસાણા જિલ્લાના વડનગર ખાતે આવેલી જનરલ હોસ્પિટલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અંતરિયાળ વિસ્તારમાં રક્તની અછત ન સર્જાય તેમજ માતામરણ અને બાળમરણનું પ્રમાણ ઘટે તેવા શુભ આશયથી હોસ્પિટલમા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ.જે અંગે જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે રક્તદાન કરવાથી અનેક નાગરિકોના જીવન બચાવવાની સાથે માનવતાપૂર્ણ કાર્યમાં ફાળો આપ્યાનો આનંદ મળે છે.વડનગર સહિત આસપાસના અંતરીયાળ વિસ્તારમાં રક્તની અછત દુર કરવા તંત્રએ અનોખી પહેલ કરી છે.ત્યારે આ કેમ્પમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગૌરાંગ વ્યાસ સહિત જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.