માર્ચ એન્ડિગના મીની વેકેશન બાદ ઊંઝા માર્કેટયાર્ડ પુન: ધમધમી ઉઠ્યું: જીરાની ૪૦ હજાર ગુણીની આવકો

મહેસાણા
મહેસાણા

વરિયાળીની ૨૬ હજાર અને ઈસબગુલનની ૧૨ હજાર બોરીની આવકો નોધાઈ: એશિયાના સહુથી મોટા ઊંઝા માર્કેટયાર્ડ માર્ચ એંન્ડીંગને લઈ એક સપ્તાહ બંધ રહેવા પામ્યુ હતું. જે સપ્તાહ બાદ પુનઃ ધમધમી ઉઠતાં મસાલા સહિતની જણશી જેવી કે, જીરું, વરિયાળી,ઇસબગૂલ અને અજમાની આવકોનો પ્રારંભ થયો છે. આજે પ્રથમ દિવસે દૈનિક ચાલીસ હજાર બોરી જીરાની આવકો નોંધાઈ હતી. ઊંઝા માર્કેટયાર્ડમાં દર વર્ષે વેપારીઓ દ્વારા માર્ચ એંન્ડીંગના કારણે વર્ષ દરમિયાન કરવામાં આવેલા વેપાર ધંધાના હિસાબો માટે હિસાબી વર્ષના છેલ્લા દિવસોમાં માર્કેટયાર્ડ બંધ રાખવામાં આવે છે. જેમાં આ વખતે તા.૨૬ માર્ચ થી ૧ એપ્રિલ ૨૦૨૪ સુધી માર્કેટયાર્ડ બંધ રહેવા પામ્યું હતું આજે  ૨ એપ્રિલ ૨૦૨૪ ના ઊંઝા ગંજબજાર આવકોથી પુન ધમધમી ઉઠ્યું હતું. આજે ઊંઝા યાર્ડમાં દૈનિક જીરાની ચાલીશ હજાર બોરીની આવક તેમજ વરિયાળીની ૨૬ હજાર ગુણીની આવક અને ઈસબગુલનની ૧૨ હજાર બોરીની આવક નોંધાઇ હતી.

આ અંગે ઊંઝા એપીએમસીના ચેરમેન દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, માર્ચ એન્ડીગને લઈ એક સપ્તાહ માટે ઊંઝા ગંજબજાર બંધ રહેવા પામ્યું હતું. આજથી ચાલુ થતાં સારી આવકો થઈ છે. જીરુમાં ૩૫ થી ૪૦ હજાર બોરની આવક થઈ છે. એવરેજ ભાવ રૂ ૪૫૦૦ આસપાસ જૉવા મળ્યા છે. ઈસબગુલ ૧૦ હજાર બોરીની આવક થઈ રહી છે. ભાવમાં રૂપિયા ૨૮૫૦ થી ૩૦૦૦ છે.  વરિયાળીમાં પણ ખુબજ બગાડ હતો એટલે એની ક્વોલિટીની રેન્જ ખુબજ લાંબી છે. આ વર્ષ સારી આવક છે જીરુમાં વર્ષ બમ્પર ઉત્પાદન છે. આ વિકમાં પચાસ હજાર બોરીની આવક થશે.

૨૦ કિલોના ભાવ

જીરું :- ૪૪૦૦ થી ૪૫૦૦ રૂપિયા

વરિયાળી :- ૧૫૦૦ થી ૧૬૦૦ રૂપિયા

વરિયાળી મિડિયમ : ૧૪૦૦ થી ૧૫૦૦

ઇસબગૂલ :- ૨૯૦૦ થી ૩૦૦૦ રૂપિયા

અજમો :- ૩૦૦૦ થી ૩૫૦૦ રૂપિયા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.