વિસનગરમાં ઇકોમાં બેસી શેરબજારની ટિપ્સ આપી કમિશન ખાતાં બે ઝડપાયા

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરના કમાણા ચોકડીથી કડા ચોકડી રોડ ઉપર પડેલ ઇકો ગાડીમાં બેઠેલ શખ્સો ગેરકાયદેસર રીતે શેર બજારની ટીપ્સ આપી કમિશન ખાતા હોવાની બાતમીને આધારે પોલીસે રેડ કરી બે શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે ઘટના સ્થળેથી તેમની પાસેના રહેલ ત્રણ મોબાઇલ અને ઇકો ગાડી મળી 2,18,500નો મુદ્દામાલ કબજે લઇ ઝડપાયેલ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વિસનગર શહેર પોલીસને કમાણા ચોકડીથી કડા ચોકડી તરફ જવાના રોડ પર બે શખ્સો ઇકો ગાડીમાં બેસી ગ્રાહકોનું ગેરકાયદેસર મોબાઈલ નંબર નું લીસ્ટ મેળવી ગ્રાહકોને ફોન કરી માર્કેટ પ્લસ નામની વેબસાઈટમાં વધઘટ જોઈ શેર બજારમાં રોકાણ કરાવી વધુ કમાઇ આપવાની ટિપ્સ આપી કમીશન ખાતા હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે ઘટના સ્થળે જઇ તપાસ કરતાં રોડ ઉપર એક ઇકો ગાડીની તલાશી લેતાં અંદર બેઠેલ ઠાકોર જયદીપજી જીતુજી અને ઠાકોર વિપુલજી મુકેશજી બંને રહે સુતાયડીપૂરાગામ, તા. વડનગર ને ગેરકાયદેસર રીતે શેર બજારની ટીપ્સ આપતા રંગેહાથ ઝડપી લીધા હતા. જેમાં પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ મોબાઈલ તેમજ ઇકો ગાડી મળી 2,18,500 નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ બંને વિરૂધ્ધ છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.