વિસનગરના કુવાસણા ગામના પાટિયા પર ધોળે દહાડે આધેડના ગળામાંથી 3 તોલાની સોનાની ચેઈન સેરવી બે શખ્સો ફરાર

મહેસાણા
મહેસાણા

વિસનગરના કુવાસણા ગામના પાટિયા પર ઘાઘરેટ ગામે સવારના સમયે એક્ટિવા લઈ લગ્ન પ્રસંગમાં જતા આધેડને ગાડીમાં આવેલ નાગા બાવાના સાધુના વેશમાં બે શખ્સોએ રસ્તો પૂછવાના બહાને ઊભા રખાવી આધેડના ગળામાં પહેરેલ 1.50 લાખ કિંમતની સોનાની ચેઇન આશરે ત્રણ તોલાની ઝુંટ મારી છીનવી લઈ ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે આધેડે વિસનગર શહેર પોલીસ મથકમાં નાગા બાવાના સાધુના વેશમાં આવેલ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

તાલુકાના કામલપુર (ગો) ગામના 60 વર્ષીય બાબુભાઈ જોઈતાભાઈ ચૌધરી ગત તારીખ 25/11/2023ના રોજ સવારે એક્ટિવા નંબર જીજે.02.એફ.5908 લઈ વિસનગરમાં આવ્યા હતા. જ્યાં વિસનગરમાં કામ પતાવી એક્ટિવા લઈ ઘાઘરેટ ગામે મિત્રની દીકરીના લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જતા હતા. તે દરમિયાન કુવાસણા ગામના પાટિયા પર પહોચતા છીંકણી કલરની ગાડીમાં આવેલ શખ્સોએ હાથનો ઈશારો કરતા એક્ટિવા ઉભુ રાખ્યું હતું.

જ્યાં બાબુભાઈને લાડોલ જવાનો રસ્તો પૂછતા અને ગાડીમાં બેસેલ નાગા બાવાએ હાથમાં મણકો આપવા જતા ડ્રાઈવર સીટ પર બેસેલ શખ્સે બાબુભાઈના ગળામાં પહેરેલ 1.50 લાખ કિંમતના આશરે ત્રણ તોલાની સોનાની ચેઇન સેરવી ગાડી લઈ વિજાપુર તરફ ફરાર થઈ ગયા હતા. જે આ અંગે બાબુભાઇએ નાગા બાવા સાધુના વેશ ધારણ કરી ગાડી લઈ આવેલ શખ્સો વિરુદ્ધ વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.