જોટાણાના મેમદપુર ગામે બે ગાયોને કતલખાને લઈ જતા ત્રણ ઇસમો ગૌરક્ષકોએ ઝડપ્યા

મહેસાણા
મહેસાણા

જોટાણા તાલુકાના મેમદપુર ગામે મહાદેવના મંદિર પાસે સુવાળા ગામ તરફથી પીકપ ડાલામાં કતલખાને ગાયો ભરીને જઈ રહેલા ત્રણ ઈસમોને ગૌરક્ષકોએ ઝડપી પાડી સાંતલ પોલીસને જાણ કરાતા સાંથલ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ત્રણેય ઈસમોને ઝડપી પાડ્યાં હતા. તેમજ બે ગાયોને પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવી હતી.જોટાણા તાલુકાના મેમદપુર ગામે રહેતા અને ખેતીનો વ્યવસાય કરતાં તેમજ ગૌરક્ષકની સેવા આપતા અજયસિંહ પોતાના ઘરે હાજર હતા ત્યારે દેત્રોજ તાલુકાના સુંવાળા ગામના તેમના મિત્રએ ફોન કરીને જાણ કરી હતી કે, સુવાળા ગામેથી પીકપ ડાલામાં બે ગાયો ભરેલી છે અને તે કતલખાને લઈ જવાઈ રહી હોય તેવી શંકા છે.તેમજ પીકપ ડાલામાં ઘાસચારો ન હોવાનું જાણવા મળે છે. તેવી માહિતી અજયસિંહને આપતા અજયસિંહ તેમજ તેમના અન્ય મિત્રો મેમદપુર ગામે આવેલા મહાદેવના મંદિર પાસે ઉભા રહેલા જે દરમિયાન સુવાળા ગામ તરફથી સફેદ કલરનું પીકઅપ ડાલા નંબર GJ 2 AT 4642 આવેલો છે.

મેમદપુર ગામના ગૌરક્ષકોએ પીકઅપ ડાલાને ઉભું રાખ્યું હતુ. તેમાં તપાસ કરતા ટૂંકા દોરડાથી બે ગાયો બાંધેલી હતી. તેમજ પીકઅપ ડાલામાં ઘાસચારાનો તેમજ પાણીનો અભાવ જોવા મળ્યો હતો. ત્યારે ગૌરક્ષકોએ સાંથલ પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે સાંથલ પોલીસ આવી પહોંચી હતી.તેમજ પીકપ ડાલામાં બેઠેલા ઠાકોર મોહનજી ભીખાજી (રહે.ભટાસણ), સુથાર રવિ શાંતિલાલ (રહે.ભટાસણ) સૈયદ સદામમિયા સમશેરમિયાં (રહે.આલમપુર)ની પોલીસ દ્વારા અટક કરવામાં આવી હતી. તેમજ હાજર રવિને પૂછતા તેને રબારી સોમાભાઈ રાયમલભાઈ (રહે.સુવાળા) પાસેથી બે ગાયો વેચાણ લીધેલી ગાયોની હેરાફેરી કરવા માટે પરવાનગીના કાગળિયા માગતા ત્રણેય ઈસમો પાસે ન હોય પોલીસે તેઓની ધડપકડ કરી હતી. તેમજ અધિકારીની પાસ પરમિટ વગર કતલખાને લઈ જતા ચારેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. એક ઈસમની ધરપકડ કરવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.