મહેસાણા શહેરમાં પોતાની જ પત્નીને મારી નાખવાની ધમકી

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં ધરમ સિનેમા રોડ પર આવેલી ભગવતી સોસાયટીમાં રહેતી 33 વર્ષીય યુવતીએ પોતાના પતિ સામે મહેસાણા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે તેઓના પતિ બપોરે જમવા આવ્યા હતા. એ દરમિયાન તેઓનો ફોન તેઓનો દીકરો ઉપરના રૂમમાં મૂકી આવ્યો હતો. પતિ જમી રહ્યા બાદ પત્ની પાસે મોબાઈલ માગતા મોબાઈલ મારી પાસે નથી તેવો જવાબ પત્નીએ આપ્યો હતો.

તેમજ તમારો ફોન પુત્ર ઉપરના રૂમમાં મૂકી આવ્યો છે. એમ કહેતા પતિ ઉપરના રૂમમા ફોન લેવા ગયા હતા. જ્યાં ફરિયાદી પણ સાથે ગયા હતા. એ દરમિયાન બંને પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં પતિ પોતાની પત્નીને જેમ તેમ બોલતા પત્નીએ બોલવાની ના પાડતા પતિએ પત્નીનું માથું દિવાલ સાથે ભટકાવ્યું હતું. તેમજ તું ઘરેથી જતી રે. એમ કહી ગાળો બોલવા લાગ્યો હતો. પોતાની જ પત્નીને મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી. સમગ્ર મામલે હોબાળો થતા સોસાયટીમાં રહેલા લોકો આવી જતા ઈજાગ્રસ્ત પત્નીને 108 મારફતે મહેસાણા સિવિલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં પત્નીએ પોતાના પતિ વિરુદ્ધ મહેસાણા શહેર બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.