વેપારીને એક વર્ષની સાદી કેદની સજા અને 60 દિવસમાં વ્યાજ સાથે પૈસાની ચૂકવણી કરવા હુકમ

મહેસાણા
મહેસાણા

કડી શહેરના શાકમાર્કેટ રહેતા અને ઈલેક્ટ્રીકનો વ્યવસાય કરતા ઇસમે થોડાક વર્ષો અગાઉ કડીની એક ફાઇનાન્સ પાસેથી લોન પેટે એક લાખ વીસ હજર લીધેલ હતા, પરંતુ ફાઇનાન્સમાં રૂપિયા ન ચૂકવતા ફાઇનાન્સના મેનેજરે કડી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવેલો હતો. જે બાદ કડી સિવિલ કોર્ટ દ્વારા વેપારીને એક વર્ષની સાદી કેદની સજા અને 60 દિવસમાં વ્યાજ સાથે પૈસાની ચૂકવણી કરવા હુકમ કરવામાં આવેલો હતો.

કડી શહેરના શાકમાર્કેટ પાસે રહેતા રાવલ ગણપત ચંદુભાઈ જો મહાકાળી વુડન એન્ડ ઈલેક્ટ્રીકનો વ્યવસાય કરી રહ્યા છે. જેઓએ ફાઇનાન્સ કંપની પાસેથી ધંધા વ્યવસાય તેમજ પૈસાની જરૂરિયાત પડતા પોતાના જરૂરી ડોક્યુમેન્ટ રજૂ કરીને એક લાખ વીસ હજારની લોન 2018ની સાલમાં લીધેલી હતી. જેમાં ગણપતભાઈએ સામે ચેક પણ આપેલા હતા. જ્યાં ટાઈમ થતા ગણપતભાઈ દ્વારા ફાઈનાન્સને રૂપિયાની ચુકવણી ન કરાતા ફાઇનાન્સના મેનેજર દ્વારા વારંવાર ઉઘરાણી કરવામાં આવેલી હતી. જે બાદ ફાઇનાન્સ કંપની દ્વારા ગણપતભાઈએ આપેલા ચેકને બેંકમાં નાખવામાં આવેલા હતા.

કડી તાલુકાના નાની કડી ખાતે રહેતા હર્ષદકુમાર પટેલ કે જેઓ ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ગણપતભાઈ રાવલ દ્વારા કંપનીમાંથી લોન લેવામાં આવેલી હતી. જે બાદ ફાઇનાન્સ કંપની દ્વારા તેઓને નોટિસ ફટકાડવામાં આવેલી હતી. જે બાદ આરોપી રાવલ ગણપતભાઈ દ્વારા યુપીઆઈજી 31,000 ફાઇનાન્સ કંપનીને ચૂકવી દીધેલ હતા અને બાકી રહેલા રૂપિયા ન ચૂકવવાતા ફાઇનાન્સ કંપની દ્વારા નોટિસની બજવણી કરીને કડી જયુ.મેજિસ્ટ્રેટની કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્નનો કેસ દાખલ કરવામાં આવેલો હતો. જ્યાં જ્યુ. મેજિસ્ટ્રેટ આર.એમ. બારોટે આરોપીને એક વર્ષની સાદી સજા ફટકાડી હતી. તેમજ 60 દિવસની અંદર 9%ના વ્યાજ લેખે 89 હજાર ચૂકવવા આદેશ કરવામાં આવેલો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.