લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે દરોડો પાડી વિદેશી દારૂનો જથ્થો કબ્જે એક શખ્સ ને ઝડપી 36 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે

મહેસાણા
મહેસાણા

માહિતી લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે કડી શહેરમાં આવેલા ભવપુરા વિસ્તારમાં મકાનમાં વિદેશી દારૂનો વ્યાપર ચાલતો હોવાની જાણ થતાં દરોડો પાડી એક શખ્સ ને ઝડપી 36 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમના માણસો જિલ્લામાં હાલમાં પ્રોહીબીશનના ક્વોલિટી કેસ કરવાની કામગીરી હાથ પર લીધી છે. જેમાં PSI એમ.ડી.ડાભીની ટીમ કડી તાલુકા હદમાં પેટ્રોલીગ પર હતી એ દરમિયાન ટીમને બાતમી મળી કે કડી શહેરમા ભવપુરા વિસ્તારમાં આવેલા BSNL ઓફિસ સામે રહેતો ઠાકોર ચિરાગ તલાજી બહારથી વિદેશી દારૂ મંગાવી પોતાના ઘરે દારૂ રાખી વ્યાપર કરે છે.

હકીકત આધારે પોલીસે દરોડા પાડતા વિદેશી દારૂના જથ્થા સાથે પઠાણ સલીમમિયા બીખુંમિયા ને ઝડપી લીધો હતો.ઝડપયેલ વિદેશી દારૂ પઠાણ સલીમ અને ઠાકોર ચિરાગ ભેગા મળી વ્યાપર કરતા હતા.સમગ્ર કેસમાં પોલીસે દારૂની 75 બોટલ મળી કુલ 36189 નો મુદ્દામાલ કબ્જે કરી કડી પોલીસમાં ગુનો નોંધાવી તજવીજ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.