પરિવારે એકના એક પુત્રના ચક્ષુદાન કરી બે વ્યક્તિને નવી દ્રષ્ટિ આપવાની પહેલ કરી

મહેસાણા
મહેસાણા

દેત્રોજ પાસે બહેનને મળવા યુવક પોતાનું બાઈક લઈને અમદાવાદ ખાતે જઈ રહ્યો હતો. જ્યાં અજાણ્યા ટ્રકચાલકે તેને અડફેટેડ લેતા ટાયર નીચે યુવક આવી ગયો હતો. જ્યાં સારવાર માટે કડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. જ્યાં પરિવારે હોસ્પિટલના ડોક્ટરોની સમજાવટ બાદ પુત્રની બંને આંખો દાન કરી અન્ય બે લોકોને જિંદગીમાં નવી રોશની પાથરવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું

દેત્રોજ પાસે અજાણ્યા વાહનચાલકે: તેને ટક્કર મારી હતી અને તે આગલા ટાયરમાં આવી ગયો હતો. અકસ્માત થતાં આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તેને કડીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત થયું હતું. એકના એક પુત્રનું અકસ્માતમાં મોત થતા પરિવારમાં આભ ફાટી ગયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી

યુવકની બંને આંખોનું કલેક્શન કરીને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધોળકા ખાતે મોકલી આપવામાં આવી હતી. જ્યાં પરિવારે ચક્ષુદાન કરી બે વ્યક્તિને નવી દ્રષ્ટિ આપવાની પહેલ કરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.