કડીમાં ભાજપની સંકલ્પ યાત્રાનો રથ પહોંચતા લોકોને ઉષ્માભેર સ્વાગત કર્યું

મહેસાણા
મહેસાણા

કડી શહેરના કરણનગર રોડ ઉપર આવેલા ગાયત્રી મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન યાત્રાનું આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ શહેરીજનોએ ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. પ્રધાનમંત્રીનો સંદેશ, વિકસિત ભારત માટે પ્રતીજ્ઞા વીડિયો, પ્રાકૃતિક ખેતીનું મહત્ત્વ સમજાવવા વિવિધ કૃતિઓ, ધરતી કરે પુકાર સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા કલેક્ટર, પૂર્વ નાયબ મુખ્યમંત્રી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તારીખ 15મી નવેમ્બરે જન જાતીય ગૌરવ દિવસથી સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે બુધવારે કડી શહેરના કરણનગર રોડ તેમજ નાની કડી આવેલા રામજી મંદિર ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. જ્યાં કાર્યકર્તાઓ તેમજ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ સ્વાગત કર્યું હતું. વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન આયુષ્યમાન ભારત યોજના, પ્રધાનમંત્રી ગરીબ અન્ન કલ્યાણ યોજના, પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના, કિસાન સન્માન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ, પોષણ અભિયાન પ્રાકૃતિક કૃષિ અને રાસાયણિક ખાતરોનો વપરાશ ઓછો કરવા સહિતની 17થી વધુ યોજનાઓ આવરી લેવામાં આવી છે. 17થી વધુ યોજનાઓ દરેક ઘર ઘર સુધી પહોંચે તે હેતુથી સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.


આ સંદર્ભે કલેક્ટરે જણાવ્યું હતું કે, મને જાણીને આનંદ થયો કે પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તેમજ અન્ય જે યોજનાઓ છે. તેમાં દરેક નાગરિકના ઘરમાં સમૃદ્ધિ વધે તે રીતના સેચ્યુએશન આવી ગયું છે. પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં પણ બે, પાંચ, દસ લાખનો ખર્ચ આવી જાય ત્યારે સરકાર ખભેથી ખભો મિલાવીને સરકાર દરેક નાગરિકને મદદ કરી શકે છે. અમારી પણ ફરજ બને છે કે સરકારના જેટલા પણ કામો છે તે સાચા માણસ સુધી પહોંચે છે.કડીના કરણનગર રોડ ઉપર વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. જ્યાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, આપણા બધાના સંયુક્ત પ્રયત્નોથી આજે કડી મહેસાણા જિલ્લાનું નહીં, પરંતુ ઉત્તર ગુજરાતનું સૌથી વધુ પ્રગતિશીલ શહેર અને સમૃદ્ધિ વાળો આપણો તાલુકો બન્યો છે. આપણે જોઈએ છીએ કે બેચરાજી હોય, માંડલ હોય, વિરમગામ હોય કે મહેસાણા હોય, કરણ નગર હોય, કડીની ચારે બાજુ ઉદ્યોગો વિકસ્યા છે. કડીની વસ્તીમાં મારી દ્રષ્ટિએ 20 ટકા લોકો તો બહારથી નવા રહેવા માટે આવેલા છે. એટલો બધો ધંધા રોજગાર વધ્યા છે. આ કાર્યક્રમમાં નગરપાલિકા, આરોગ્ય વિભાગના અધિકારીઓ, સહિતના કાર્યકર્તા, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.