સગીરાના અપહરણકર્તા શખ્સ ની બાતમીના આધારે જડપી પડ્યો

મહેસાણા
મહેસાણા

મહેસાણા એસોજીની ટીમે લાઘણજ પોલીસ મથકે નોંધાયેલા સગીરાના અપહરણના ગુનાની તપાસ કરતા એક શકમંદ શખ્સની બાતમી મળી હતી. જે બાતમી આધારે પોલીસે તપાસ કરતા ગોઝારીયા બસ સ્ટેન્ડ માંથી સગીરા સાથે અપહરણ કર્તા પઢારિયા ગામના એક શખ્સને ઝડપી પાડ્યો હતો. આરોપીની લાઘણજ પોલીસે ધરપકડ કરી સગીરાને તેના પરિવારને સોંપવામાં આવી હતી.

મહેસાણા તાલુકાના એક ગામથી એક શખ્સ સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. જે મામલે સગીરાના પરિવાર દ્વારા લાઘણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ગુનાની તપાસ મુદ્દે મહેસાણા એસઓજીની ટીમને સગીરાના અપહરણકર્તા શખ્સ ની બાતમી મળી હતી. જે આધારે SOGની ટીમે ગોઝારીયા બસ સ્ટેન્ડમાં તપાસ કરતા સગીરા સાથે અપહરણ કરતા પઢારિયા ગામનો વિશાલ મંગાજી ઠાકોર ઉંમર 22 વાળો ઝડપાયો હતો. SOG ટીમે તેની અટકાયત કરી લાઘણજ પોલીસ મથકે સોંપ્યો હતો. જ્યાં 17 વર્ષીય સગીરાને અપહરણ કર્તાની ચંગુલમાંથી મુક્ત કરાવી તેના પરિવારને સોંપવામાં આવી હતી. પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરી વધુ તપાસ આદરી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.