વિસનગરના તરભ ગામે રાજ્યપાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરી

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના તરભ ગામે ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં ભારત સરકાર તેમજ ગુજરાત દ્વારા આયોજિત વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ તેમજ પ્રધાનમંત્રીનો લાભાર્થીઓ સાથે સવાંદ કાર્યકમ યોજાયો હતો. જેમાં રાજ્યપાલનુ ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરાયું હતુ. રાજ્યપાલે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરી હતી. આ કાર્યક્રમમાં વિવિધ વિભાગોના 17 જેટલા સ્ટોલ ઉભા કરી સ્થળ પર જ લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાઓ લાભ મળે તે માટે આયોજન કરાયું હતું.જેમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યપાલ, વાળીનાથ ધામના મહંત, આરોગ્યમંત્રી, સાંસદ સહિત દ્વારા સફાઇ કરવામાં આવી હતી. આ કાર્યકમમાં રાજ્યપાલના હસ્તે લાભાર્થીઓને વિવિધ કીટ તેમજ પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા 9 વર્ષ દરમિયાન સરકારની યોજનાઓ અને સિદ્ધિઓ ગ્રામીણ સમુદાયના જન જન સુધી પહોંચાડવા માટે શરૂઆત કરવામાં આવી હતી. જેમાં વિસનગર તાલુકાના તરભ ગામે આયોજિત વિકસિત સંકલ્પ ભારત યાત્રા કાર્યકમમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહ્યા હતા.


જેમાં રાજ્યપાલનુ ગાર્ડ ઓફ ઓનર સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વચ્છતા અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, સાંસદ શારદાબેન પટેલ સહિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સથી લાભાર્થીઓએ સાથે સવાંદ કર્યો હતો. જેમાં આ સવાંદને રાજ્યપાલની ઉપસ્થિતિમાં લાભાર્થીઓએ નિહાળ્યો હતો.આ કાર્યકમમાં 17 જેટલા વિવિધ વિભાગના સ્ટોલ બનાવવામાં આવ્યા હતા. જેમાં સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. તેમજ લાભાર્થીઓને સ્થળ પર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એન.સી.ડી કેમ્પ, ટીબી સ્ક્રીનીંગ કેમ્પ, પીએમજેવાય કેમ્પ સહિત કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તરભ ગામના લાભાર્થીઓએ લાભ લીધો હતો. જેમાં રાજ્યપાલના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ તેમજ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. જેમાં વિકસિત ભારત અંતગર્ત સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.