વિસનગરમાં તળ કડવા પાટીદાર સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા 30મો સમૂહલગ્ન યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં કડા ચોકડી ચોકડી નજીક આવેલા ઉમિયા પાર્ટી પ્લોટ ખાતે શ્રી વિસનગર તળ કડવા પાટીદાર સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા 30મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમૂહ લગ્નોત્સવમાં 12 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતાં. જેમાં આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓ તેમજ દાતાઓનો સન્માન સમારોહ પણ યોજાયો હતો. સમાજના દીકરા દીકરીઓ માટે શૈક્ષણિક સંકુલની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


સમૂહલગ્નએ સમાજને સંગઠિત કરવાની સાથે સાથે સમાજમાં ચાલતા કુરિવાજો દૂર થાય તેમજ સમાજના તમામ લોકો એકસાથે મળી લગ્નની ઉજવણી કરે તે માટે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિસનગરમાં સૌ પ્રથમ શ્રી વિસનગર તળ કડવા પાટીદાર સમાજ ઉત્કર્ષ મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારે 30માં સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. જેમાં 12 નવદંપતિ લગ્નગ્રંથિથી જોડાયા હતા. અન્ય સમાજને પણ એક સારો સંદેશો મળે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ પ્રસંગે સમાજના તેજસ્વી તારલાઓ તેમજ સરકારી કર્મચારીઓ અને દાતાઓનો પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં સમાજનું શૈક્ષણિક સંકૂલ ઉભુ થાય તે માટેની જાહેરાત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.