મહેસાણામાં કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ ઓપરેશનમાં કૌભાંડ : 7 માસમાં 300 ઓપરેશન માત્ર કાગળ પર દર્શાવ્યાનું સામે આવ્યું

મહેસાણા
મહેસાણા

રાજ્યમાં સરકારી કૌભાંડનો આંકડો સતત ઉપર જઈ રહ્યો છે. ત્યારે હવે મેહસાણાના આરોગ્ય કર્મચારીઓ પણ હવે આ હરોળમાં જોડાયા હોય એવુ લાગી રહ્યું છે. અહીં છેલ્લા સાત મહિનાથી કુટુંબ નિયોજનના ઑપરેશન માત્ર કાગળ પર થયા હોવાનો ચોંકાવનારો ખૂલાસો થયો છે. કારણ કે, અહીં 10 જેટલી મહિલા આરોગ્ય કર્મચારીએ 300થી વધુ કુટુંબ નિયોજનના ઑપરેશન થયા હોવાના ખોટા આંકડા પણ સરકાર સમક્ષ રજૂ કર્યા હતા.તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગ શ્રીમાળીએ આંકડાની ચકાસણી કરતા આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, તેમણે તપાસ કરતાં રજૂ કરાયેલા આંકડા મુજબ કોઈ ઑપરેશન થયા જ ન હોવાની ચોંકાવનારી વિગત સામે આવી હતી. ત્યારે હવે તેમણે આ મામલે મહિલા આરોગ્યકર્મીઓને કારણદર્શક નોટિસ ફટકારી છે.

કુટુંબ નિયોજનના ઓપરેશન એ આરોગ્ય વિભાગની મહત્વપૂર્ણ કામગીરી માનવામાં આવે છે, પરંતુ મહેસાણા શહેરમાં છેલ્લા 7 મહિનાથી કુટુંબ નિયોજનના ઓપરેશન કાગળ ઉપર થયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. મહેસાણા તાલુકા હેલ્થ ઓફિસના તાબામાં મહેસાણા શહેર વિસ્તારમાં ફરજ બજાવતી 10 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. છેલ્લા 7 મહિનામાં મહેસાણા શહેર વિસ્તારમાં ફરજ બજાવતી 10 ફિમેલ હેલ્થ વર્કર દ્વારા 300 કરતા વધુ કુટુંબ નિયોજનના ઑપરેશન થયા હોવાના ડેટા સરકારમાં રજૂ કર્યા હતા.આ ડેટાની ચકાસણી કરતા ફિમેલ હેલ્થ વર્કર દ્વારા રજૂ થયેલા ડેટા મુજબ કોઈ ઓપરેશન જ નહીં થયેલા હોવાની વિગત સામે આવી છે. બીજા શબ્દોમાં કહીએ તો મહેસાણા શહેરમાં છેલ્લા 7 મહિનામાં કાગળ ઉપર કુટુંબ નિયોજનના 300 કરતા વધુ ઓપરેશન થયા છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો.સુહાગ શ્રીમાળીએ ડેટાનું વેરિફિકેશન કરતા આ ચોકવાનારો ખુલાસો થયો છે. આ મામલે તમામ ફિમેલ હેલ્થ વર્કર ને કારણદર્શક નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે.આ અંગે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સુહાગ શ્રીમાળીએ જણાવ્યું હતું કે, ટૂંક સમય પહેલાં અમે કરેલી રિવ્યુ બેઠકમાં અર્બન હેલ્થ સેન્ટરની ફિમેલ હેલ્થ વર્કર બહેનો દ્વારા સરકારે જે વર્કલોડ આપ્યો હોય એની સામે કુટુંબ નિયોજનના કઈ વ્યક્તિના ઓપરેશન થયા છે તેની વિગત માંગતા તે 10 બહેનો આપી શકી ન હતી. જે અંગેનો ખુલાસો તેમની પાસે માગવામાં આવ્યો છે, જો કોઈની પાસે વિગત હશે ને આપશે તો વાંધો નથી, નહીંતર તેમની સામે નિયમો અનુસાર કાર્યવાહી કરવામાં આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.