કડી તાલુકાના 250થી પણ વધુ આશાવર્કર બહેનો બે દિવસ કામથી અળગા રહીને હડતાલ ઉપર ઉતર્યા

મહેસાણા
મહેસાણા

ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આશાવર્કર બહેનોને લઘુત્તમ વેતન કે ફિક્સ પગાર આપવાની જગ્યાએ આપવામાં આવતી ઇન્સેટિંવ રકમો ન ચૂકવતા સહિતની માગણીઓ સાથે કડી તાલુકાના 250થી પણ વધુ આશાવર્કર બહેનો બે દિવસ કામથી અળગા રહીને હડતાલ ઉપર ઉતર્યા હતા. તેમજ વિવિધ માગણીઓ સાથે કડી મામલતદાર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા અને મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું.

કડીમાં આશાવર્કર અને આશા ફેસીલીટર બહેનો દ્વારા શુક્રવારે કડી કરણનગર રોડ ઉપર આવેલ સેવા સદન ખાતે મામલતદારને વિવિધ માગણીઓ સાથે આવેદનપત્ર આપ્યું હતું. છેલ્લા ઘણા સમયથી આશાવર્કર બહેનો અને આશા ફેસીલીટર બહેનો દ્વારા રાજ્ય સરકારને વિવિધ માગણીઓ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કેટલીક માગણીઓ સ્વીકારાઈ ન હતી. તેમજ તેનો ઉકેલ ન આવતા ફરીથી આશાવર્કર બહેનો દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે સાથે શુક્રવાર અને શનિવારે બેનો કામથી અળગા રહીને હડતાલ ઉપર ઉતર્યા હતા.

16 અને 17 તારીખે અમે લોકોએ હડતાલ કરેલી છે અને અમારી માગણીઓ પૂરી નહીં થાય તો આના કરતાં પણ વધારે લાંબી હડતાલ ઉપર અમે ઉતરીશું. યુનિફોર્મની માંગણી, તેમજ પગાર વધારાની માગણી મોબાઇલમાં જે કામગીરી કરાવે છે તે નેટ અમે અમારા ઘરનું વાપરીએ છીએ. તોમ જણાવ્યું હતું. અઢીસોથી પણ વધુ બહેનો હડતાલમાં જોડાયેલી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.