મહેસાણા : પૂરઝડપે આવી રહેલ બાઇકચાલકે ટક્કર મારતા અકસ્માતમાં યુવકની હાલત ગંભીર સારવાર અર્થે ખસેડાયો

મહેસાણા
મહેસાણા

ભાન્ડુપુરા ગામ નજીક હાઇવે પર અકસ્માતમાં યુવકની હાલત ગંભીર સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો વિસનગર તાલુકાના ભાન્ડુપુરા ગામે અંબર હોટલની સામે ઊંઝા તરફ આવતા હાઇવે રોડ પર સાઈડમાં ટ્રક ગાડીના રિપેરિંગનું કામ કરી રહેલ યુવકને મહેસાણા તરફથી પૂરઝડપે આવી રહેલ બાઇકચાલકે ટક્કર મારતા યુવક નીચે પટકાયો હતો. જેમાં યુવકને ઇજાઓ પહોંચતા 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકની હાલત ગંભીર છે. જે આ બનાવ અંગે યુવકના પિતાએ બાઇકચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઊંઝા તાલુકાના ઉનાવા મિરાદાતાર દરગાહની પાછળ રહેતા મલિક સાજીદભાઈ અનવરભાઈ ગત તારીખ 18/03/2024ના રોજ વહેલી સવારે ઘરે હાજર હતા તે દરમિયાન ટ્રેલર ગાડી રિપેરિંગ કરવાની વર્ધી મળતા મોટર સાઇકલ લઈ ભાન્ડુપુરા ગયા હતા. જ્યાં સાજીદ ભાન્ડુપૂરા ગામે હોટલ અંબરની સામે ઊંઝા તરફ આવતા હાઇવે રોડની સાઈડમાં ટ્રેલર ગાડીના ડાયનેમો રિપેરિંગ કરતો હતો. તે દરમિયાન સાજીદભાઈ ગાડીનો સેલ ચેક કરવા ડ્રાઈવર સાઈડના દરવાજા તરફ જતા મહેસાણા તરફથી પૂરઝડપે આવી રહેલ બાઇકચાલકે ટક્કર મારતા બન્ને નીચે પટકાયા હતા.

જેમાં અકસ્માત સર્જાતા આજુબાજુમાંથી લોકો ભેગા થઈ જતા 108 એમ્બ્યુલન્સને જાણ કરતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સાજીદભાઈની હાલત ગંભીર હોવાથી મહેસાણા લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેથી આ બનાવ અંગે સાજીદભાઈના પિતા અનવરભાઈ મલિકે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ટક્કર મારનાર બાઇકચાલક વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.