મહેસાણા: છેડતી તથા પોકસો કેસમાં સંડોવાયેલા આરોપીને એસઓજી ટીમે બાતમી આધારે ઝડપી લીધો

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ મથકમાં નોંધાયેલા છેડતી તથા પોકસો કેસમાં સંડોવાયેલા આરોપીને મહેસાણા એસઓજી ટીમે બાતમી આધારે આરોપી ઠાકોર કિરણ ને ગોઝારીયા બસ સ્ટોપ પાસેથી ઝડપી લીધો હતો. મહેસાણા તાલુકામાં આવેલા લાઘણજ પોલીસ મથકમાં ચરાડું ગામના 25 વર્ષીય ઠાકોર કિરણ કુમાર બળદેવજી વિરુદ્ધ પોકસો અને છેડતી મામલે કલમ 354(એ)(ડી),506 (2) થતા પોકસો એકટ 8,12,મુજબ ફરિયાદ નોંધાઇ હતી.જે કેસમાં આરોપી પોતાની ધરપકડ ટાળવા નાસ્તો ફરતો હતો.

જ્યાં મહેસાણા એસઓજી ટીમના માણસોને ખાનગી રાહે બાતમી મળી હતી કે સદર કેસનો આરોપી હાલમાં ગોઝારીયા બસ સ્ટોપ પાસે સફેદ આછા ભૂખરા કલરની ઉભી લાઈન વાળો શર્ટ અને બ્લ્યુ કલરનું જીન્સ પેન્ટ પહેરી ઉભો હોવાની બાતમી મળતા એસઓજી ટીમ ગોઝારીયા ખાતે જઇ આરોપીને દબોચી લીધો હતો.તેમજ લાઘનજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.