મહેસાણા : ગાંજાની હેરાફેરી કરવા આવતા શખ્સને 4 કિલો 985 ગ્રામ ગાંજા સાથે રંગેહાથે ઝડપી પાડ્યો

મહેસાણા
મહેસાણા

ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ મહેસાણા SOGએ GEB રોડ પર એક રિક્ષામાંથી 4 કિલોથી વધુ ગાંજા સાથે એકને ઝડપી પાડ્યો મહેસાણા એસઓજી ટીમે મહેસાણામાં રિક્ષામાં સવાર થઈ ગાંજાની હેરાફેરી કરવા આવતા શખ્સને 4 કિલો 985 ગ્રામ ગાંજા સાથે રંગેહાથ ઝડપી લઈ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.ઝડપાયેલ શખ્સ સુરેન્દ્રનગર નગર જિલ્લામાં આવેલા વણોદ ગામનો હોવાનું સામે આવ્યું છે.પોલીસે કુલ 2.51 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.

મહેસાણા એસઓજી ટીમના પો.કો દિગ્વિજય સિંહ થતા પો.કો મહાવીર સિંહ થતા પો.કો વિશ્વનાથ સિંહને ખાનગી રાહે બાતમી મળી હતી કે GJ01TH7640 નંબરની રિક્ષામાં એક શખ્સ ગેરકાયદેસર રીતે ગાંજાની હેરાફેરી કરી ગાંજો વેચવા માટે માનવ આશ્રમ ચોકડીથી જી.ઇ.બી તરફ રોડ પર જવાનો હોવાની જાણ થઈ હતી.સમગ્ર કેસમાં પોલીસે વોચ ગોઠવી સુરેન્દ્રનગર નગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા વણોદ ગામે રહેતા ફકીર સમીરશાને ઝડપી લીધો હતો.

રિક્ષામાં તપાસ કરતા ગાંજા નો કુલ જથ્થો 4 કિલો 985 ગ્રામ કિંમત 49,850,મોબાઈલ કીમત 2000,cng રીક્ષા કિંમત 2 લાખ મળી કુલ 2,51,850 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસમાં NDPS અંતર્ગત ગુનો નોંધાવી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.