કડી માર્કેટયાર્ડની ચૂંટણીનું કોકડું ગુંચવાયું

મહેસાણા
મહેસાણા

કડી માર્કેટ યાર્ડની ચૂંટણીનું પાંચ ડિસેમ્બરના રોજ યોજવા જઈ રહી છે. ત્યારે કડી માર્કેટ યાર્ડની ચૂંટણીનું કોકળુ ગૂંચવાયું હોય તેવું જોવા મળ્યું હતું. જ્યારે કડી માર્કેટ યાર્ડના વેપારી પેનલ બિનહરીફ જાહેર કરવામાં આવી હતી. તેમજ સહકારી સેવા મંડળીમાં માત્ર એક જ ફોર્મ ભરાતા તે પણ જાહેર કરવામાં આવી હતી. દિવસ દરમિયાન અનેક રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી.કડી માર્કેટ યાર્ડની ચૂંટણીને લઇ દિવસ દરમિયાન રાજકીય ગરમ જોવા મળ્યો હતો. જ્યારે ખેડૂત પેનલ અને વ્યાપારી પેનલ મળી 85 ઉમેદવારોમાંથી 56 ઉમેદવારોએ ઉમેદવારી પત્ર દિવસ દરમિયાન પરત ખેંચ્યા હતા. 72 ખેડૂત પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. તેમજ વેપારી પેનલમાંથી 13 ફોર્મ માન્ય રખાયા હતા વ્યાપારી પેનલમાંથી નવ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા ચાર ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. તેમજ સહકારી સેવા મંડળીમાં માત્ર એક જ ફોર્મ ભરાયું હતું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા ફોર્મ ભરાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.


આખા દિવસ દરમિયાન અનેક રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી. જ્યારે આજ સવાર સુધી સમરસ કરવા રાજકીય અગ્રણીઓની મથામણ ચાલી રહી હતી, પરંતુ બપોર થતા આંતરિક વિખવાદ જોવા મળતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કડી ખાતે દોડી આવ્યા હતા. માર્કેટ યાર્ડમાં બે જૂથ અલગ અલગ જૂથમાં વેચાઈ જતા આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો, પરંતુ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ આંતરિક વિખવાદ ઠારી ન શકતા આખરે ચૂંટણી યોજાશે. છેલ્લા 40 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન કડી માર્કેટ યાર્ડમાં ચાલી રહ્યું છે અને છેલ્લા 20 વર્ષથી બિનહરીફ ભારતીય જનતા પાર્ટી આવી રહી છે, પરંતુ આ વર્ષે ચૂંટણી યોજાતા અનેક તર્ક-વિતર્ક જોવા મળી રહ્યા છે. અસંતુષ્ટ ઉમેદવારોને ભાજપના મોટા માથા સહિત પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સક્રિય થયા હતા. મંગળવાર સાંજ સુધી આંતરીક વિખવાદ નીતિન પટેલ ઠારવા સક્રિય થયા હતા. આંતરિક વિખવાદ ઠારી ન શકતા 5 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.